Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભ્રષ્ટાચારીઓ સામે જંગ લડવા એસીબીના નવા સેનાપતિ કોણ ? હોટ ટોપીક

માત્ર છટકા ગોઠવી સંતોષ નહિ..કરોડો રૂપિયાની બેનામી સંપત્ત્િ। જપ્ત કરાવવા સાથે કાનૂની જંગમાં પણ ચિત્ત્। કરનાર કેશવ કુમાર ગણત્રીના માસમાં નિવૃત્ત્। થાય છે : વિકાસ સહાય કે પછી હસમુખ પટેલ? CBI મા લાંચ વિરોધી વિભાગનો વિશાળ અનુભવ ધરાવતા નરસિહમા કોમારનુ નામ પણ ચર્ચાય છે

 રાજકોટ. તા.૧૦, ભ્રષ્ટાચારીઓ પર જે વિભાગે તવાઈ ઉતારી અને કરોડોની બે નામી સંપતી ઝડપી ઇતિહાસ સજર્યો છે તેવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સેનાપતિ  ગણત્રીના માસમાં નિવૃત્ત્। થાય છે ત્યારે તેમના સ્થાને કોણ ? તેમને એક્ષ્ટેનશન આપશે કે કેમ ?   આ બાબતે રસપ્રદ ચર્ચા અને ઉત્કંઠા વિવિધ સરકારી વિભાગોમાં ચાલે છે.                                         

 મુખ્ય પોલીસ વડાં આશિષ ભાટિયાએ acb વડાં પદેથી બદલ્યા ત્યારે આવો જ પ્રશ્નાર્થ થયેલો જોકે કેશવ કુમાર દ્વારા અભૂતપૂર્વ વિકલ્પ પૂરો પડયો હતો.એટલે હવે ફરી એ બાબત ચર્ચાની એરણ પર છે.              

CBI  બ્રેક ગ્રાઉન્ડ ધરવતા કેશવ કુમારના નેતૃત્વમાં ફકત નાના નાના છટકા ગોઠવી સંતોષ માનવાના બદલે પ્રમાણમાં મોટા માથાઓને ઝડપી લીધા હતા. જોકે અત્ત્।ી મોટા માથા સામે કાર્યવાહી માટે મંજૂરી જરૂરી હોવાથી સ્વાભાવિક રીતે બ્રેક લાગે. જોકે ઘણી વખત આવી બાબતોથી અજાણ સાથે આવી બધી બાબતોથી જાણકાર પણ આવા પ્રશ્નો ઉઠવતા હોય છે.                                     

ખેર ફરી મૂળ વાત પર આવીએ તો ACB દ્વારા પ્રમાણમાં ખૂબ સારી કામગીરી રાજય સરકારના સબળ ટેક્કા સાથે કરી. વાત અહીથી પૂર્ણ થતી નથી. માત્ર છટકા ગોઠવી સંતોષ માનવાને બદલે બેનામી સંપતી શોધવા અમરેલી એસપી નિર્લિપ્ત રાય માફક અન્યોની મદદ લઇ સફળતા મેળવી.                              

મજબૂત કાનૂની જંગ ખેલવા કાનૂની તજજ્ઞો સાથે acbના ચોક્કસ નિષ્ઠાવાન મદદનીશ નિયામકોની મદદથી ડેકોઈ ટ્રેપ ગોઠવી. એટલુજ નહિ લાંચ લેતા જ ઝડપાઈ તો જ ગુન્હો બને તેમ નહિ લાંચની માંગણી પણ ગુન્હો બને તેવી કાર્યવાહી દ્વારા ધાક બેસાડી.    ડિજિટલ ગેઝેટો નો ઉપયોગ કરવા સીબીઆઈ કાર્ય પદ્ઘતિ અપનાવી. ફોરેન્સિક સાથે સતત સંપર્ક કેળવી મોઢાની લાળ જેવા પૂરાવા મેળવી કાર્યવાહી કરી.                       

ગુજરાતનાં મુખ્ય સચિવ ને ફરી વખત એકસ્ટેન્શન્સ આપવાની વાત ચાલે છે ત્યારે કેશવ કુમાર ને પણ આવી રીતે એકસ્ટેન્શન્સ અપાશે કે પછી નવા વડાં આવશે. ઊંચ લેવલે એવી ચર્ચા છે કે ચોક્કસ ઘટના સમયે તેવો દ્વારા મોટા માથાના નામો બાબતે જે પૂછપરછ કરી તેનાથી કેટલાક IAS અધિકારીઓ નારાજ છે.      કેશવ કુમાર ના સ્થાને કોણ? એ પ્રશ્ન માટે જે નામો ચર્ચામાં છે તેમાં જેવોને ટુંકમાં  ડીજી તરીકે બઢતી  મળનાર છે તેવા કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા વિકાસ સહાય તથા પોલીસ હાઉસિંગ ના હસમુખ પટેલ સાથે સાથે CBIના વિશાળ અનુભવ ધરાવવા સાથે મહેનતુ અને બેદાગ છબી ધરાવતા નરસિંહમા કોમાર શ્રેષ્ઠ વિકલ્પમાં માનવામાં આવે છે જો કે રાજય સરકારના મનમાં શું ચાલી રહ્યું છે તે કળવુ મુશ્કેલ છે

(3:40 pm IST)