Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વેકસીનની કોલ્ડ ચેઇનને મજબુત બનાવવામાં ગોદરેજ એન્ડ બોપ્સે સહભાગી

અમદાવાદ : ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોય્સે એની શરૂઆતથી ભારતને આત્મનિર્ભર બનાવવામાં પ્રદાન કર્યું છે. દેશના હેલ્થકેર માળખાનું નિર્માણ કરવાની દિશામાં એક વધુ પગલું લઈને ગોદરેજ એન્ડ બોય્સે એના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસ દ્વારા એના અદ્યતન, ભારતમાં બનેલા મેડિકલ રેફ્રિજરેશન સોલ્યુશનો સાથે ભારતમાં હાલ ચાલુ કોવિડ રસીકરણ અભિયાનમાં જોડાણ કર્યું છે. એના મેડિકલ રેફ્રિજરેશન ઉચિત તાપમાને રસીઓને સહીસલામત રાખે છે એની અસરકારક જાળવી રાખે છે.

આજે કંપનીએ એના પોર્ટફોલિયોમાં અદ્યતન અલ્ટ્રા-લો ટેમ્પરેચર ફ્રીઝર્સને ઉમેર્યું હતું, જેનાથી રસીની કોલ્ડ ચેઇન વધારે મજબૂત થઈ છે. આ અદ્યતન મેડિકલ ફ્રીઝર્સ જીવનરક્ષક તબીબી પુરવઠાઓને જાળવી શકે છે, જેમાં -૮૦°Cથી ઓછા તાપમાને જાળવવાની ક્ષમતા સામેલ છે. એનો ઉદ્દેશ ભારતીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને મેડિકલ કોલ્ડ ચેઇનને પ્રોત્સાહન આપવાનો છે.

અત્યારે ગોદરેજ એપ્લાયન્સિસ વેકિસન રેફ્રિજરેટર્સ સ્થાપિત કરી રહી છે, જે ભારતમાં ઓકટોબર, ૨૦૨૦માં રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલી ટેન્ડર પ્રક્રિયાના ભાગરૂપે પસંદ થયેલી તાપમાન પ્રત્યે અતિ સંવેદનશીલ કોવેકિસન અને કોવિશીલ્ડ રસીઓનો સંગ્રહ કરીને એને ૨થી ૮°Cના સચોટ તાપમાને જાળવે છે. ડાઇલ્યુન્ટ્સ અને આઇસ પેકસ માટે      -૨૦°C તાપમાન જાળવતા મેડિકલ ફ્રીઝર્સ પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે, જેની જરૂર કોવિડ રસીકરણ અભિયાનમાં અંતરિયાળ વિસ્તારોમાં રસીઓની ડિલિવરી કરવા માટે છે.

ગોદરેજ અલ્ટ્રા લો ટેમ્પરેચર ફ્રીઝરની કામગીરીનો સિદ્ઘાંત કેસ્કેડિંગ સિસ્ટમ છે, જે પ્રાઇમરી (પ્રાથમિક) અને સેકન્ડરી (ગૌણ) વ્યવસ્થા વચ્ચે હીટ વિનિમયકર્તા તરીકે PHE (પ્લેટ હીટ એકસચેન્જર) છે. એનાથી સેકન્ડરી સિસ્ટમનું દબાણ ઘટશે, જે તાપમાનમાં ઘટાડા તરફ દોરી જાય છે. ઉપરાંત ગોદરેજ અલ્ટ્રા લો ટેમ્પરેચર ફ્રીઝર્સ એલાર્મ્સ સાથે ઇનબિલ્ટ સેફ્ટી સિસ્ટમ્સ ધરાવે છે, જેનો ઉદ્દેશ વધારે દબાણ પેદા થવાના કિસ્સામાં સેકન્ડરી કમ્પ્રેસ્સરનું રક્ષણ કરવાનો છે. એની ખાસિયતો છે – (એ) તાપમાનમાં વધઘટ ટાળવામાં મદદરૂપ થવા ૨ સ્ટેપ સીલિંગ અને ઇન્ટરનલ સેપરેટ દરવાજાઓ અને (બી) લાંબા સમય સુધી ચાલે એ માટે, કામગીરી દરમિયાન યુનિટની સંપૂર્ણ કાર્યદક્ષતા વધારવા સેકન્ડરી સિસ્ટમ માટે ઓઇલ રિકવરી. ઉપરાંત પ્રવાહી ઘ્બ્૨ અથવા પ્રવાહી NO2 જેવી બેક-અપ સિસ્ટમ્સ પાવર આઉટેજ કે સિસ્ટમ ફેઇલ્યરના કિસ્સામાં ૪૮ કલાકથી વધારે ગાળા માટે તાપમાનને સ્થિર જાળવીને સંગ્રહ કરેલા સ્ટોકની સલામતી સુનિશ્ચિત કરે છે.

ગોદરેજ એપ્લાયન્સિસ અંતરિયાળ વિસ્તારો સુધી રસીને પહોંચાડવાના આગામી તબક્કામાં મદદરૂપ થવા અન્ય માર્ગો પણ ચકાસી રહી છે. કંપનીએ ગ્રામીણ મહારાષ્ટ્રમાં એક મોબાઇલ કિલનિકનો પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે, જેમાં ત્રણ દિવસ માટે વીજળીના સ્ત્રોત સાથે જોડાણ વિના વેકિસન રેફ્રિજરેટર સાથે સજ્જ એમ્બ્યુલન્સ દોડી હતી. દર ૨ કલાકે તાપમાન પર નજર રાખવામાં આવતી હતી અને તાપમાન સાથે સંબંધિત જરૂરી નીતિનિયમોનું પાલન થયું હતું. ભારતમાં રસીકરણની ઝડપ વધવાની સાથે વધારે ઝડપથી અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારના રેફ્રિજરેટર સ્થાપિત કરવા સફળતા માટે ચાવીરૂપ બની શકે છે.

આ વિશે ગોદરેજ એન્ડ બોય્સ મેન્યુફેકચરિંગ કંપની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી જમશેદ ગોદરેજે કહ્યું હતું કે, 'દેશને રોગચાળાના વધારે પ્રસારમાંથી મુકિત અપાવવા માટે વિડ-૧૯ રસીકરણ અભિયાનની વધારે વિસ્તારોમાં પહોંચ અને રસીકરણ અભિયાનની આગેકૂચ ચાવીરૂપ બનશે.'

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એકિઝકયુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી કમલ નાંદીએ કહ્યું હતું કે, 'અમને ખુશી છે કે, અમે ભારતમાં અતિ મહત્ત્વપૂર્ણ સમયે રસીની મજબૂત કોલ્ડ ચેઇન ઊભી કરવામાં અમારી રેફ્રિજરેશન કુશળતાનો ઉપયોગ કરી શકયાં છીએ.

(3:39 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST

  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST