Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાજપ કરશે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોનાં નામની આજે જાહેરાત

અમદાવાદ : ભાજપ આજે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોનાં નામની જાહેરાત કરે તેવી શકયતા છે રાજ્યમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની 28 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. 13 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આ ચૂંટણીને લઈને આજે 8500 ઉમેદવારના નામ થઇ શકે છે જાહેર. 81 નગર પાલિકા,231 તાલુકા અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે.

(12:21 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST