Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સેવા માટે જાણીતા સુરતીઓએ કોરોનાના કપરાસમયમાં કોઈનો રોટલો કે ઓટલો ઝુંટવ્યો નથી : સી,આર,પાટીલ

ભાજપે ચૂંટણી કાર્યાલયો એક સાથે 30 વોર્ડમાં શરૂ કરી વિક્રમ સર્જ્યો :તમામ કાર્યાલયો આર પાટીલના હસ્તે વર્ચૂયલી માધ્યમથી ખુલ્લા મૂક્યા

સુરતમાં આગામી મનપાની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયો એક સાથે 30 વોર્ડમાં શરૂ કરી વિક્રમ સર્જ્યો હતો. તમામ કાર્યાલયો આર પાટીલના હસ્તે વર્ચૂયલી માધ્યમથી ખુલ્લા મૂક્યા હતા. 9 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લા મૂકવાના પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા તથા શહેરના પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ 30 વોર્ડના 120 ઉમેદવારો હાજર રહ્યા હતા.

  સુરત શહેર કાયમ ઇતિહાસ સર્જતું આવ્યું છે ભલે તે 99 માંથી 98 બેઠક લાવવાનો ઇતિહાસ હોય કે પ્લેગ કે રેલ જેવા કપરા સમયમાં ઝડપથી સુરતની બેઠું કરવાનો ઇતિહાસ હોય તે માટે સદાય સુરતીઓ અગ્રેસર રહ્યા છે. સેવા માટે જાણીતા સુરતીઓએ કોરોનાના લોકડાઉનના કપરા સમયમાં કોઈનો રોટલો કે ઓટલો ઝુંટવ્યો નથી.

   વધુમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેરની તાપી નદીના શુદ્ધિકરણ માટે 971 કરોડ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે અને ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરી તાપીને સુરતની શાન બનાવવામાં આવશે. ગુજરાતમાં સૌથી શુદ્ધ પાણી સુરતને મળી રહે છે એ માટેનો પ્લાન્ટ પણ સુરતમાં અત્યારે કાર્યરત છે માત્ર 72 સીટનું પ્લેન સુરતમાં આવતું હતું એની જગ્યાએ આજે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે અને દિવસથી 72 જેટલી ફ્લાઇટ સુરતમાં આવતી થઈ છે. વર્ષ 2022 સુધી મેટ્રો રેલ ટ્રેનનો પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. સુરત શહેર એ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ચોથા નંબરનું શહેર છે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ચૂંટણી સમીતીના નવા નિર્ણયોને આવકારી અમુકે ટિકિટ માટે પોતાના દાવા જતા પણ કર્યા હતા અને ભાજપના ઉમેદવારોને જીતાડવામાં લાગી ગયા છે.

(12:31 am IST)