Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

નર્મદા જિલ્લાના ICDS વિભાગ સાથે સંકળાયેલ ૧૨૭૭ જેટલાં કર્મીઓએ કોવિડ-૧૯ વેક્શીન રસીનો લીધો લાભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કરનું પ્રથમ તબક્કામાં રસીકરણ પૂર્ણ થયા બાદ ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્શીનેશનમાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, આઇસીડીએસ વિભાગના-૧૧ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓ સહિત જિલ્લાની આંગણવાડી વર્કર બહેનો, આંગણવાડી હેલ્પર બહેનોએ કોવિડ-૧૯ વેક્શીનેશનનો લાભ લીધો હતો.
  આ પ્રસંગે આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે,અત્યાર સુધીમાં નર્મદા જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ સાથે સંકળાયેલ કુલ-૧૨૭૭ જેટલાં કર્મીઓએ આજદિન સુધી કોવિડ-૧૯ વેક્શીન રસીનો લાભ લીધો છે. કોવિડ-૧૯ ની રસી મે પણ લીધી છે. રસી લીધા બાદ હું સંપૂર્ણપણે સ્વસ્થ છું.રસી લેવાથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી.અફવાઓથી ગભરાયા વિના રસી લઇને પોતાને અને પરિવારને સુરક્ષિત રાખીએ.કોરોના સામેની લડતમાં અને કોરોનાની ચેઇનને બ્રેક કરવા માટે પોતાનો વારો આવે ત્યારે અવશ્ય કોવિડ વેક્શીન લેવા સહુ કોઇ લાભાર્થીઓને રસી લેવાની જાહેર અપીલ કરાઇ છે.

(10:27 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST