Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી સાથે સંકળાયેલ ૮૫ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ/ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર/કર્મચારીઓ સહિત કુલ-૮૫ જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે  કરાયેલ તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી.
રાજપીપળા નગરપાલિકાના ચૂંટણી અધિકારી કે.ડી. ભગતે આ તાલીમમાં મતદાનનાં દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.આ તાલીમવર્ગમાં EVM રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM અંગે ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.તાલીમમાં  મદદનીશ ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવીએ પણ ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું

(10:08 pm IST)