Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજપીપળા નગરપાલિકા ની ચૂંટણી માટે બે દિવસમાં 14 ઉમેદવારો ફોર્મ ભર્યા

પ્રથમ દિવસે 3 ઉમેદવારોએ જ્યારે આજે બીજા દિવસે 11 ઉમેદવારો ફોર્મ ભરતા કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા 
(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ હોય પ્રથમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આજે બીજા દિવસે 11 ઉમેદવારો મળી બે દિવસમાં કુલ-14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું રાજપીપળા પાલિકા મુખ્ય ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું.ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે માટે આ અંતિમ દિવસે બપોરે 3.30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે ત્યારબાદ ચકાસણી કરવામાં આવશે.

(10:05 pm IST)