Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

નિકોલમાં જ્વેલરી દુકાનમાં ગોળીબાર કરી લૂંટનો પ્રયાસ

શોપના માલિકે એક શખ્સને ઝડપી લીધો : ક્રિષ્ના ગોલ્ડ પેલેસમાં બાઈક પર આવેલા શખ્સોએ દેશી તમંચાથી ગોળીબાર કરી લૂંટ કરવા દિલધડક પ્રયાસ કર્યો

અમદાવાદ,તા. ૧૦ : નિકોલના વિરાટનગરમાં આવેલી ક્રિષ્ના ગોલ્ડ પેલેસમાં બાઈક પર આવેલા શખ્સોએ દેશી તમંચાથી ફાયરિંગ કરી લૂંટ કરવાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, જવલરી શોપના માલિકે ભારે હિંમત સાથે પડકાર ફેંકતા બંને શખ્સોએ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શોેપમાલિકની હિંમતના કારણે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જયારે બીજો શખ્સ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

          જો કે, પકડાઇ ગયેલા સ્થાનિક વેપારીઓ અને શખ્સોએ ભેગામળી તેને સારીપેઠે મેથીપાક ચખાડયો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. નિકોલ પોલીસે સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નિકોલના વિરાટનગરમાં આવેલી ક્રિષ્ના ગોલ્ડ પેલેસમાં બાઈક પર આજે બે શખ્સો દેશી તમંચા સાથે લૂંટના ઇરાદે ધસી આવ્યા હતા અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જવેલરી શોપના માલિકે મચક નહી આપતાં બંને શખ્સોને પડકાર્યા હતા અને એક લૂંટારાને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે પકડાઇ ગયો હતો પરંતુ ગભરાઇ ગયેલો બીજો શખ્સ ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

        બીજીબાજુ, પકડાયેલા શખ્સને સ્થાનિક લોકો અને વેપારીઓએ ભેગામળી મેથીપાક ચખાડી ધોલાઇ કરી હતી અને બાદમાં પોલીસ હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને પકડાયેલા આરોપીને ઝડપીને સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે નાસી છૂટેલા આરોપીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે. પાસની બેઠકમાં અગાઉ સરકાર દ્વારા પાટીદારો વિરૂધ્ધના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી હોવાછતાં હજુ સુધી કેસો પાછા નહી ખેંચાતા પાસના નેતાઓ અને અગ્રણીઓ સરકારના વલણ પરત્વે ભારોભાર આક્રોશ પણ વ્યકત કર્યો હતો અને જો કેસો પાછા નહી ખેંચાય તો ફરી રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

(8:36 pm IST)