Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વડોદરામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલ ભેજાબાજોએ ટેક્સી ડ્રાઈવરને ચપ્પુની અણીએ રાખી લૂંટી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા:રેલ્વે સ્ટેશનેથી વસો લગ્નમા જવા માટે ટેક્સી ભાડે કરીને વાસદથી અન્ય બે સાગરિતોને બેસાડી વસો લગ્નમા જવાનુ ંનાટક કર્યા બાદ પરત વડોદરા જતી વખતે સારસા ગામની સીમના નહેરના નાળા પાસે ચાલકના ગળા ઉપર છરી મુકી દઈને રોકડા ૧૮૦૦ તેમજ મોબાઈલ ફોન અને કારની લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે તુરંત કાર્યવાહી હાથ ઘરતાં જીપીએસ સીસ્ટમના આધારે પીછો કરીને કારને નાપાડ ગામેથી બિનવારસી હાલતમાં જપ્ત કરીને ફરાર થઈ ગયેલા ચારેય શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી અરૂણભાઈ તુકારામ દાવડકર ટેક્સી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે વડોદરા રેલવે સ્ટેશન પાસે ઉભા હતા ત્યારે બે મુસાફરો આવી ચઢ્યા હતા અને તેઓએ વસો લગ્નમાં જવાનું જણાવ્યું હતુ અને ૨૪૦૦ રૂપિયા ભાડુ નક્કી કરીને બેઠા હતા. વાસદથી અમારા મામાના દીકરાઓ પણ આવવાના છે તેમને પણ લેવાના છે તેમ જણાવતા કારને વાસદની સંગમ હોટલ પરથી બીજા બે શખ્સોને બેસાડ્યા હતા. કાર વસો પહોંચી હતી. દરમ્યાન એક શખ્સે મોબાઈલ ફોન પર સંપર્ક સાધીને કઈ જગ્યાએ લગ્નમાં આવવાનું તેમ જણાવીને પૃચ્છા કરવાનું નાટક કર્યું હતુ. જો કે લગ્ન સ્થળ ના મળતાં કારમાં બેઠેલા એક શખ્સે ચાલો પાછા જતા રહીએ, રસ્તામા ંક્યાંક જમી લઈશુ તેમ જણાવીને કાર પરત વડોદરા લઈ જવાનું જણાવ્યું હતુ. વડોદરાથી બેઠેલા શખ્સે મોગર પાસે કેનાલવાળા રસ્તા ઉપર વાસદથી જે ભાઈઓ બેઠા છે તેમને ઉતારીને જતા રહીશુ. મોગર શંકરા આઈ હોસ્પિટલે થઈ કેનાલવાળા રોડે થઈને સારસા કેનાલવાળા રોડે આવતા રાત્રીના સવા નવેક વાગ્યા હોય તેઓએ ગાડી ઉભી રખાવી હતી.

(5:21 pm IST)