Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મહેસાણાના પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં મહાસુદ પૂનમને દિવસે હજારો માઇ ભક્તો માં બહુચરના દર્શનાર્થે આવ્યા

મહેસાણા: જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી અને શંખલપુર ગામે આજે મહાસુદ પૂનમને લઈ હજારો માઈભક્તો મા બહુચરના દર્શન કરવા વહેલી સવારથી ઉમટી પડતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. માઈભક્તોની આવનજાવન વહેલી સવારથી લઈને છેક મોડી સાંજ સુધી મંદિરના દ્વાર બંધ થયા ત્યાં સુધી ચાલુ રહી હતી.

આજે પૂનમ નિમિત્તે હજારો શ્રધ્ધાળુઓ વહેલી સવારથી ચુંવાળ પિઠાધિશ્વરી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીન ાદર્શન કરવા ઉમટી પડયા હતા. દર્શન માટે લાંબી લાંબી કતારો લાગી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તોની ભીડ અને મા બહુચરના જય જયકારથી દિવસભર ગુંજતુ રહ્યું હતું. રાત્રે નવ વાગે માતાજીની પરંપરાગત સવારી નીકળી. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા અને બોલ માડી બહુચર જય જય બહુચરનો જયઘોષ ગજવતા રહ્યા હતા. નગરયાત્રા બાદ પાલખી મોડી રાત્રે નીજ મંદિરે પરત ફર્યા બાદ મંદિરમાં દર્શન બંધ થયા હતા

(5:18 pm IST)