Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં મિલના ગોડાઉનમાંથી 3.50 લાખના ગ્રેના કાપડની ચોરી થતા અરેરાટી: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

સુરત: શહેરના પાંડેસરા GIDCમાં આવેલા ઓરીએન્ટ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના ગોડાઉનમાંથી ગ્રે-કાપડના તાકા નંગ 169 કિંમતના રૂા. 3.50 લાખની મત્તાના ચોરી થઇ જતા પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.રાંદેર રોડ તાડવાડી સ્થિત દિવ્યપ્રભા સોસાયટીમાં રહેતો પરિમલ મોહનલાલ બિસ્કીટવાલા પાંડેસરા GIDCમાં આવેલી ઓરીએન્ટ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ઓરીએન્ટ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલ દ્વારા ગ્રે-કાપડ પ્રિન્ટ કરવાનું કામ કરે છે અને તેનું ગોડાઉન  GIDCના પ્લોટ નં. 162માં આવેલું છે. ગત તા. 4 થી 8 ફેબ્રુઆરી દરમ્યાન અલગ-અલગ પેઢીના ગ્રે-કાપડના તાકા પ્રિન્ટીંગ માટે આવ્યા હતા અને તે તાકા ગોડાઉનમાં મુકેલા હતા

(5:15 pm IST)