Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સાવલી સહીત ડેસર તાલુકામાં આજુબાજુની નદીમાં ધમધમતા રેતી ખનનના વેપલા પર ખાણખનીજ વિભાગની ટીમે દરોડા પાડી જેસીબી મશીન જપ્ત કર્યું

સાવલી:અને ડેસર તાલુકામાં આવેલી નદીઓ અને આસપાસના કોતરોમાંથી છેલ્લા ઘણા વર્ષોથી  રેતી ચોરીના વેપલા વચ્ચે ડેસર તાલુકાના લહેરીપુરા પાસેની નદીમાંથી ખાણખનીજ વિભાગની ટીમે છાપો મારી નદીમાંથી એક જેસીબી મશીન કબજે કર્યુ હતુ જ્યારે ખનીજચોરો ભાગવામાં સફળ રહ્યા છે.

ડેસર તાલુકાના લહેરીપુરા પાસેથી પસાર થતી મેસરી નદીના કિનારે આવેલા કોતરોમાંથી એક વ્યક્તિ જેસીબી મશીનથી રેતી કાઢીને તેને ટ્રેકટમાં ભરીને લઇ જતો હતો ત્યારે ખાણખનીજખાતાની ટીમે છાપો મારતા ખનીજ માફિયાઓ ભાગી ગયા હતાં. ખાણખનીજખાતાએ પાળી કલરનું જેસીબી કબજે કર્યુ હુ અને કેટલી રેતીનો જથ્થો ચોરી કર્યો તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ટીંબા પાસેથી મહી નદીમાંથી કવોરી માઇન્સમાં કાળા પથ્થરોના ખનનમાં ચોરી થતી હોવાની માહિતિના પગલે ગાંધીનગરની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

(5:13 pm IST)