Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

દર્દીનો જીવ બચાવવા માટે યુવક એક્ટિવા સાથે જ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઘૂસ્યો

ભરૂચ હોસ્પિટલનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

ભરૂચમાં દર્દીનો જીવ બચાવવા માટે એક વ્યક્તિ એક્ટિવા સાથે જ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઘૂસ્યો હતો. અને તેને જોઈને આસપાસના લોકોએ પણ તરત દર્દીને સારવાર માટે ઉતાર્યો હતો.દર્દીને કોઈ પણ ભોગે તાત્કાલીક સારવાર મળે તે અર્થે એકટિવા ચાલકે આ પગલું ભર્યું હતું.

  પરંતુ જે રીતે એક્ટિવા ચાલક દર્દીને લઈને હોસ્પિટલમાં ઘુસ્યો હતો. જે રીતે થ્રી ઈડીયટ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા આમિર ખાન હોસ્પિટલમાં સ્કૂટી લઈને ઘૂસ્યા હતા. એ જ રીતે એક્ટિવા ચાલક દર્દીને લઈને હોસ્પિટલમાં ઘુસ્યો હતો. તેનો વિડીયો કોઈએ ઉતારી લીધો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે.

(1:01 pm IST)