Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ધારાસભ્ય સોમાભાઈ પટેલનો સાંકળો વડે ધુણતા હોય તેવો વિડિઓ વાયરલ:રાજકીય વર્તુળોમાં ચર્ચા

વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉપર પૈસાનો વરસાદ પણ થઈ રહ્યો છે

કોંગ્રેસના લીંબડી બેઠકના ધારાસભ્ય સોમા ગાંડા પટેલનો સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉપર પૈસાનો વરસાદ પણ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર પંથક ઉપરાંત રાજકીય વર્તુળોમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે.

લીંબડી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ માથે સાફો પહેરીને હાથમાં સાંકળો હાથમાં લઈને ધૂણી રહ્યા છે, સાંકળો પોતાની પીઠ ઉપર મારતાં હોય તેમ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. 20 સેકન્ડ જેટલા સમયનો આ વીડિયો છે, જેમાં ધારાસભ્ય ઉપર પૈસાના વરસાદ પણ થઈ રહ્યો છે.

જોકે કયા સમયગાળાનો આ વીડિયો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ રવિવારે સોશિયલ મીડિયા ઉપર ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યના વાયરલ વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા ઉપર વીડિયોને જોઈ લોકો પણ અચંબામાં પડી ગયા છે અને એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ધારાસભ્ય અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે તેવું કામ કેમ કરી રહ્યા છે.

(8:47 am IST)