Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

નડિયાદ બાદ તસ્કરોએ ખેડા માતર રોડ પર દેવાધિ બ્લોસમને નિશાન બનાયું : પાંચ ફલેટોનાં તાળા તોડી ચાર અજાણ્યા તસ્કરો હજારોની મત્તાની ચોરી કરી ફરાર

નડિયાદ:  નડિયાદ શહેર બાદ તસ્કરોએ ખેડા માતર રોડ પર આવેલ દેવાધિ બ્લોસમને નિશાન બનાવી ગતરાત્રીના સુમારે પાંચ ફલેટોમાંથી ચાર અજાણ્યા તસ્કરો હજારોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે.પાંચ ફલેટધારકો પૈકી એક ફલેટધારકે પોલીસમાં અરજી આપી છે જ્યારે અન્ય ચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસે અંગે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખેડા માતર રોડ પર આવેલ દેવાધિ બ્લોસમમાં ગતરાત્રીના સમયે સામાજીક કે અન્ય કારણોસર બહારગામ ગયેલ પરિવારોના બંધ ફલેટમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે.જેને લઈને સ્થાનિકોએ વહેલી સવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોરી અંગેની અરજી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.દેવાધિ ફ્લેટના નાગરિકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે પાંચ ફલેટોમાંથી મામુલી રકમોની ચોરી થઈ છે.જેમાં મોટાભાગે રોકડ સિવાય ઝવેરાત કે અન્ય કિંમતી વસ્તુઓ રાખતા હોવાનું જણાવ્યું હતું.સ્થાનિક રહીશોએ રાત્રીના પોલીસ પોઈન્ટ આપવામાં આવે તો ફરીથી આવી ઘટના બનતી અટકાવી શકાય. અંગે માતર પોલીસનો સંપર્ક કરતા અરજી આવી છે અને તેને લઈને બીટ જમાદારને આવીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

માતર તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ફલેટોમાં વહેલી સવારે ચોરી કરવા માટે અજાણ્યા ચોર ઈસમોએ ફલેટના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરી હતી. જોકે પાંચ ફલેટો પૈકી એક ફલેટધારકે પોલીસે અરજી આપી હતી જ્યારે અન્ય ચારનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.તાજેતરમાં નડિયાદ શહેરમાં તરખાટ મચાવ્યા બાદ તસ્કરોએ માતરના ગ્રામીણ વિસ્તારમાં એકી સાથે પાંચ ફલેટના તાળા તોડયા છે.જેને લઈને સ્થાનિકો હાલ રાત્રીના સમયે ઉજાગરા કરતા હોવાનું નકારી શકાય નહીં.જેથી પોલીસે નાઈટ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવું જોઈએ તેવી માંગણી પણ ઉગ્ર બનવા પામી છે.

(12:20 am IST)