Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વડોદરામાં અનોખો વિરોધ થયો : NSUI ના કાર્યકર્તાઓ દ્વારા પકોડા વહેંચી નવતર વિરોધ કરાયો.

NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી કે, યુવાનોને રોજગારીની જરૂર છે. તમામ બેરોજગારને રોજગારી આપવી જોઈએ.

વડોદરા :  સંસ્‍કારી નગરમાં NSUI સંગઠન દ્વારા શહેરના અત્‍યંત મહત્‍વના સત ટ્રાફિક વાળા કડક બજારમાં પકોડા બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો.NSUIના વિદ્યાર્થીઓ દ્વારા પકોડાની લારી પર જાતે પકોડા બનાવીને પોતાનો અનોખો વિરોધ કર્યો હતો.

દેશના વડાપ્રધાન દ્વારા પકોડા પર કરવામાં આવેલ નિવેદનને પગલે NSUI ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા પકોડા બનાવી અને વહેંચણી કરીને વિરોધ કર્યો હતો. NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી કે, યુવાનોને રોજગારીની જરૂર છે. તમામ બેરોજગારને રોજગારી આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષીત બેરોજગાર યુવાનો પકોડા વેચે તેને પણ રોજગારી કહેવાય તેવા નિવેદનના વિરોધમાં આજે NSUIના કાર્યકરોએ રેલવે સ્ટેશન ઉપર પીએમ મોદી, અમિત શાહ, અરૂણ જેટલી, વિજય રૂપાણીના નામના ભાવ સાથે પકોડા વેચ્યા હતા.

 

(11:13 pm IST)