Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આણંદ ખાતે પાંચ દિવસથી લાપતા યુવાની ગળુ કપાયેલ લાશ કેનાલમાં તરતી મળી આવી

આણંદ : દિકરાને ફોરેન સ્‍વાયી કરવા માટે પોતાની જમીનને વેંચીને જમાઇની મદદ વડે દલાલનો સંપર્ક કરી કામગીરી કરા પિતાનો વિજ્ઞાનમાં સ્‍નાતક થયેલ દિકરો

બનેવી સાથે વિદેશ જવાના ખર્ચાના રૃ. લાખ લઈને એજન્ટની જોડે ફાઈનલ મીટીંગ કરવા માટે ગયો અને રૃ.પાંચ લાખ લઈ સામરખા ચોકડી પાસે પાણી પીવાના બહાને ગાયબ થયાના ચાર દિવસ બાદ તેની હત્યા કરાયેલી માથા વગરની લાશ સામરખા નજીક રાવળાપુરા અને જીવાપુરા નહેરમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે સમગ્ર ઘટનાના અનુસંધાનમાં ચાર દિવસ પહેલા જાણવાજોગ નોંધ કર્યા બાદ આજે હત્યા,લુંટ અને પુરાવાના નાશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોંકાવનારી ઘટના અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઉમરેઠ તાલુકાના ભરોડા ગામમાં ખેડા જિલ્લા સહકારી બેંક પાસે રહેતા અનિકેત યોગેશભાઈ પટેલ ..૨૪ પોતે વિજ્ઞાનપ્રવાહમાં બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો.જેના બાદ વિદેશ જઈને સ્થાયી થવાના હેતુથી તેણે તેના પિતાને વાત કરી હતી.પિતાએ બાબત અંગે જમાઈ મિનેશકુમાર અશોકભાઈ પટેલ રહે.સાદાનાપુરા રેલવે સ્ટેશન પાસેને વાતચીત કરી હતી અને બાબતે કામગીરી કરવા જણાવતા મિનેશભાઈ પટેલે તેમના ઓળખીતા ઈમીગ્રેશન એજન્ટની મદદથી રૃ. લાખમાં અનિકેતને બેલ્જીયમમાં શેટલ કરવા માટેનું કામ પાકું કર્યુ હતું. લાખ રૃપિયા જેટલી માતબર રકમ એકત્રિત કરવા માટે યોગેશભાઈએ ભરોડામાં આવેલી તેમની જમીન વેચી દીધી હતી અને રૃ. લાખ મિનેશ પટેલને આપ્યા હતા.

સતત બે મહિનાથી ચાલતી કામગીરી બાદ ગત ૬ઠ્ઠી તારીખના રોજ ઈમીગ્રેશન એજન્ટ જોડે ફાઈનલ ડીલ કરવાના ભાગરૃપે રૃ. લાખ લઈને મિનેશ પટેલ અને અનિકેત પટેલ એજન્ટને મળવા માટે જવાના હતા.સવારથી અનિકેત પટેલ સાદાનાપુરા મિનેશ પટેલના ઘરે પહોંચી ગયો હતો પરંતુ સાંજ સુધી અગમ્ય કારણોસર મિનેશ પટેલ ઘરે પહોંચી શક્યા હતા.જેના બાદ સાંજે આવ્યા બાદ તુરંત મિનેશ પટેલ અને અનિકેત પટેલ એજન્ટને મળવા નીકળ્યા હતા.દરમ્યાન તેઓ સામરખા ચોકડી પહોંચ્યા ત્યારે અનિકેત પટેલ પાણી પીને આવું છું તેમ કહીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.જેના બાદ તે પરત આવ્યો હતો.અનિકેત પાણી પીવા ગયો ત્યારે તેની પાસે રૃ. લાખની થેલી હતી. બાબતે લાંબો સમય રાહ જોયા બાદ પણ અનિકેત પરત નહી આવતા મિનેશભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનિકેત પટેલ પૈસા સાથે ચાલ્યા ગયા હોવાની ફરીયાદ કરી હતી અને પોલીસે જાણવાજોગ નોંધ લઈને તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

આજે સવારે સામરખા નજીક રાવળાપુરા જીવાપુરા નહેર પાસે ૨૪ વર્ષના યુવાનની માથુ કાપેલ હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ નહેરના પાણીમાં તરતો હોવાની બાતમી પોલીસને મળી હતી.જેના બાદ પોલીસે તેેનો કબ્જો લઈને તેના શારિરીક બાંધાના આધારે મૃતદેહ અનિકેતનો હોવાની આશંકા જતા તેના વાલીવારસોનો સંપર્ક કર્યો હતો.માહિતી મળતા અનિકેતનો ભાઈ સ્થળ પર પહોંચી ગયો હતો અને તેણે ભાઈના પગ અને હાથ ઉપરથી અને તેને પહેરેલા કપડા પરથી ઓળખ કરી હતી જ્યારે તેની પાસે રહેલા પાંચ લાખ રૃપિયા મળી આવ્યા હતા.પ્રાથમિક દ્રષ્ટીએ ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરાઈ હોવાનું ધ્યાનમાં આવતા આણંદ રૃરલ પોલીસે બાબતે આકાશભાઈ યોગેશભાઈ પટેલની ફરીયાદના આધારે હત્યા,લુંટ અને પુરાવાના નાશનો ગુનો નોધી ગાયબ થયેલા માથાની શોધખોળ કરવા ઉપરાંત બાબતે પરિવારજનોના નિવેદન બાદ વધુ તપાસ હાથ ધરી છે.

અનિકેતના બનેવી મિનેશ અશોકભાઈ પટેલ અનિકેત ગાયબ થયા બાદ બાબતે રાહ જોયા પછી તે અંગે ફરીયાદ કરવા માટે પરિવારના સભ્યોએ જણાવતા શરૃઆતમાં તેને આનાકાની કરી હતી અને પૈસા ખલાશ થશે એટલે અનિકેતન પાછો આવી જશે તેવી આશા વ્યક્ત કરી હતી પરંતુ પૈસાની સાથે ગાયબ થયો હોવાથી બાબત ગંભીર હોવાનું પોલીસને જાણ કરવી પડે તેવું ગામના અગ્રણીઓએ જણાવતા આખરે તેણે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બાબતે પોલીસ ફરીયાદ કરી હતી.

હત્યા બાદ સ્થળ પહોંચનાર અનિકેતના મિત્રોએ ઘટસ્ફોટ કર્યો હતો કે ગાયબ થયા બાદ રાત્રે નવ વાગ્યાના સુમારે તેનો ફોન આવ્યો હતો અને તે ફોન પર તેણે તેના મિત્રને વાત કરી હતી કે પરત આવતા હજુ એક કલાક જેટલી વાર લાગશે.જેના બાદ પર મોડું થતા ફરી તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો અને તેનું લોકેશન રાવળાપુરાની આસપાસ આવતા રાત્રીના સમયે તેના ભાઈ અને તેના મિત્રો તેને શોધવા માટે નીકળ્યા હતા પરંતુ તેનો પત્તો લાગ્યો હતો.

અનિકેતના પિતા યોગેશભાઈ તથા માતા મધુબેન અને તેની બહેન ર્ધિમષ્ઠાએ આપેલા નિવેદન મુજબ અનિકેતને બહાર મોકલવા માટે રૃ. લાખની રકમ આપવાની હતી તે દસ દિવસ અગાઉ મિનેશભાઈ પટેલને આપી દેવામાં આવી હતી.જે તેની પાસે હતી જ્યારે મિનેશભાઈએ એજન્ટને મળવા જતી વખતે લાખ રૃપિયા સાથે લીધા હતા અને તે પણ અનિકેતને આપ્યા હતા.બાકીના ચાર લાખ રૃપિયાનું શું થયું તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

અનિકેતના બનેવી મિનેશ પટેલ શંકાના દાયરામાં આવતા પોલીસે આજે સ્થળ પરથી તેને ઉઠાવી લઈ જઈને સઘન પુછપરછ હાથ ધરી હતી જેના બાદ ઢળતી બપોરે તેને જીવાપુરા નહેર પાસે લઈ જવામા આવ્યો હતો જ્યાં પોલીસ અનિકેતના મસ્તકની શોધખોળ કરી રહી છે.નિષ્ણાંત તરવૈયાઓની મદદથી નહેરના પાણી ખંગોળી ખંગોળી નાખવામાં આવ્યા છે છતા અનિકેતનું મસ્તક હજી સુધી મળ્યું નથી.

અનિકેતનો મૃતદેહ મળ્યા બાદ આણંદ રૃરલ પોલીસે મૃતક અનિકેતના ભાઈ આકાશની ફરીયાદના આધારે લુંટ અને હત્યાનો ગુનો દાખલ કરી તપાસ અધિકારીનો જોષીએ સંદેશ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે સંદર્ભમાં પ્રાથમિક તબક્કે અનિકેતના બનેવી મિનેશ પટેલની પુછપરછ કરવામા આવી રહી છે કેમકે છેલ્લે અનિકેત તેમની સાથે બહાર નીકળ્યો હતો. ઉપરાંત પરિવારના સભ્યોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. તેમ જાણવા મળેલ છે.

(11:11 pm IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST

  • જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST