Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બનાસકાંઠામાં યોજાઇ ગયેલ ભાજપની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસને આડે હાથ લીધા

કોંગ્રેસ પૈસા ખાવાની રાજનીતિ કરે છેઃ કોંગ્રેસમાં સેવા કરવાનો ભાવ નથી: જીતુ વાઘાણી

બનાસકાંઠા :  તાજેતરમાં બનાસકાંઠાના જગાણામાં ભાજપની બેઠક રાખવામાં આવેલ.

બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે,કોંગ્રેસ પૈસાની રાજનીતિ કરે છે.

કોંગ્રેસ પૈસા ખાવાની રાજનીતિ કરે છે.કોંગ્રેસમાં સેવા કરવાનો ભાવ નથી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી,પૂર્વ મંત્રી શંકર ચૌધરી, મંત્રી પરબત પટેલ અને ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોતાનો ઉમેદવાર જીત મેળવે તેવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આગામી 2019માં પણ કેન્દ્રમાં ચૂંટણી આવી રહી છે તેને કારણે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.તેમ જાણવા મળેલ છે.

(11:08 pm IST)
  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST