Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સાણંદના ખેડુતોને એક રૂપિયાના ટોકન દરે પ્લોટઃ ગુજરાત સરકાર દ્વારા દરખાસ્ત

રાજકોટઃ  સાણંદના ખેડુતોને એક રૂપિયાના ટોકને દરે પ્લોટ આપવાની ગુજરાત સરકારે દરખાસ્ત કરી છે.

સાણંદમાં ૨૦૦૯-૨૦૧૨ દરમિયાન ઔદ્યોગીક વિકાસ દરમિયાન ખેતીની ૨,૦૫૪ હેકટર જમીન ગુમાવનારા લગભગ ૮૦૦ ખેડુતોને એક રૂપિયાની ટોકનના ભાવે કોમર્શિયલ પ્લોટ આપવાની ગુજરાત સરકારે દરખાસ્ત કરી છે. તાતા મોટર્સના નેનો કાર પ્રોજેકટને પશ્ચિમ બંગાળમાં મંજુરી ન મળતા તેને સાણંદમાં નાખવામાં આવ્યા બાદ આ વિસ્તાર ભુતકાળમાં સરકાર વિરોધી આંદોલનોનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તાતા મોટર્સ કાર પ્લાન્ટ બંધ કરવા અને આ વિસ્તારના યુવાનોને રોજગાર આપવા આંદોલન કર્યુ હતુ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વિસ્તારના યુવાનોની બેરોજગારીને મુદ્દો બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ગુજરાત મોડલ' પર પ્રહાર કર્યા હતા.

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડિરેકટર ચિંતન અખાણી કહે છે કે, 'અમે હીરાપુર ગામના ૨૯૫ પ્લોટ, ચરાલ ગામના ૧૯૪ તથા બોળ ગામના ૩૬૬ પ્લોટ સહિત કુલ ૮૫૫ પ્લોટ નિયત કર્યા છે. જે ખેડુતોને જેટલી જમીન આપી છે. તેની એક ટકા જમીન તેને પ્લોટ તરીકે આપવામાં આવશે.

આ પ્લોટ પર ખેડુતો નાની દુકાન કે અન્ય કોઇ વ્યાવસાયિક કામ કરી શકે છે. આ પ્લોટ ૭૦ થી ૧૫૦ વર્ગ મીટર સુધીના હશે. જે ખેડૂતોના ભાગમાં ઓછી જમીન આવશે. તેમને પ્લોટના હિસાબે બાકીની રકમ આપવામાં આવશે. આ ફાળવણી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી ૭૫૦ ખેડુતો આ પ્લોટ માટે અરજી કરી ચૂકયા છે.

(11:24 pm IST)