Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

અમદાવાદ : પારો ફરી વધી ૧૨ : ઠંડીમાં થયેલો ઘટાડો

અમદાવાદ શહેરમાં હાલમાં મિશ્ર સિઝનનો અનુભવ : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ પારો ૧૧ નોધાયો

અમદાવાદ,તા. ૧૦ : રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી એકવાર લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મોટા ભાગના વિસ્તારોમાં પારો ઉંચે જતા ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. આજે સવારે અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. જો કે બપોર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી રહ્યુ હતુ. જ્યારે મહતમ તાપમાનમા ંપણ ફેરફારની સ્થિતી જોવા મળી હતી. પાટનગર ગાંધીનગરમાં આજે લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી હતુ. શિવરાત્રી સુધી હળવી ઠંડીનો અનુભવ થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે એકાએક અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને  હાલમાં ૯.૮ થયું  હતુ. જો કે આજે ૧૨ ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. આજે સવારે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો. જો કે, અન્ય કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો પણ થયો છે. નલિયામાં શનિવારના દિવસે ૧૨.૪  ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું . બેવડી સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે. બપોરના ગાળામાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી પણ જોવા મળી રહી છે. બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ પ્રકારના વાતાવરણની સીધી અસર બાળકો અને મોટી વયના લોકો પર થાય છે.  રાજ્યના અમરેલીમાં ૧૫.૮ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૨.૪ડિગ્રી નોંધાયું હતું. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે શહેરમાં લઘુત્તમ તાપમાન નહીવત વધી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના સકંજામાં લોકો ઝડપથી આવી રહ્યા છે. કેસો પણ વધી રહ્યા છે..

ક્યા કેટલું તાપમાન.....

         અમદાવાદ,તા. ૧૦ : અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર વાતાવરણની સ્થિતિ વચ્ચે આજે લઘુતમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો હતો.રાજ્યમાં કયાં કેટલુ લઘુતમ તાપમાન રહ્યુ તે નીચે મુજબ છે.

સ્થળ......................................... તાપમાન (લઘુત્તમ)

અમદાવાદ........................................................ ૧૨

ડિસા............................................................. ૧૨.૪

ગાંધીનગર........................................................ ૧૧

વીવીનગર........................................................ ૧૫

વડોદરા............................................................ ૧૪

સુરત............................................................ ૧૭.૬

વલસાડ........................................................ ૧૩.૧

અમરેલી........................................................ ૧૫.૮

ભાવનગર..................................................... ૧૬.૨

પોરબંદર....................................................... ૧૫.૬

રાજકોટ............................................................ ૧૫

સુરેન્દ્રનગર.................................................... ૧૫.૫

ભુજ.............................................................. ૧૪.૮

નલિયા.......................................................... ૧૨.૪

કંડલા એરપોર્ટ................................................ ૧૪.૭

મહુવા  ૯.૫

(8:12 pm IST)