News of Saturday, 10th February 2018

નવસારીના ભુલાફળિયામાં ચપ્પુના ઘા જીકી નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

નવસારી: નજીક ને.હા.નં. ૪૮ ઉપર આવેલા ભુલાફળિયા ગામે ઉધરસ કરતા ભત્રીજાને ગાળો આપતા નાનાભાઇને ગાળો નહીં આપવાનું કહેનાર મોટાભાઇ ઉપર નાનાભાઇએ ધારદાર ચપ્પુ વડે  હુમલો કરી  માથા, છાતી અને પેટના ભાગે ઉપરાછાપરી ચારેક મરણતોલ ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી  દેતાં ચકચાર મચી છે. નવસારી નજીકના ભુલાફળિયા ગામે  નવાફળિયા મહોલ્લામાં રહેતા પ્રવિણભાઇ જેઠાભાઇ રાઠોડ (ઉ.વ. ૫૬) બે સંતાનોના પિતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. ગઇકાલે રાત્રે તેમનો પુત્ર અર્જુન રાઠોડ ઉધરત કરતો હતો ત્યારે તેમની બાજુમાં રહેતા અર્જુનો કાકો મંગુ જેઠાભાઇ રાઠોડે  તું કેમ ખાંસી ખાય છે, તું બિમાર છે કે કેમ? તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. આથી અર્જુનના પિતા પ્રવિણભાઇ ઘરની બહાર આવીને નાનાભાઇ મંગુને ગાળો નહીં આપવા જણાવતા મંગુ તેની સાથે પણ ઝઘડો કરી બેફામ ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં એકદમ ઉશ્કેરાઇ જઇને ઘરમાંથી ધારદાર ચપ્પુ લઇ આવી પ્રવિણભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. છાતીના, પેટના અને માથાના પાછળના ભાગે ઉપરાછાપરી ચારેક જેટલા મરણતોલ ઘા ઝીંકી દેતાં મરણચીસો પાડી પ્રવિણભાઇ જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. આથી અર્જુન અને મહોલ્લાનાં લોકો દોડી આવતા મંગુ અંધારામાં ફરાર થઇ ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત પ્રવિણભાઇને બેભાન હાલતમાં ખડસુપા પીએચસીમાં લઇ જતાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે રૃરલ પોલીસમાં અર્જુને ફરિયાદ નોંધાવતા પી.આઇ. બી.એમ. પરમારની ટીમે ઘટનાસ્થળે ધસી જઇ ગણતરીના કલાકોમાં મંગુ રાઠોડની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.

 

 

(6:35 pm IST)
  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST