Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વડોદરામાં 13 વર્ષીય સાળીને ઘરમાં છુપાવી નરાધમ બનેવીએ પોતાની હવસ સંતોષતા અરેરાટી

વડોદરા:શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતી ધો.૮ની વિદ્યાર્થિની બે દિવસ અગાઉ મોડી રાત્રે ઘરેથી નીકળીને ભેદી સંજોગોમાં ગુમ થવાના બનાવમાં વિદ્યાર્થિનીને તેનો સગો બનેવી જ ભગાડીને પોતાના ઘરે છુપાવી રાખી તેમજ તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે બનેવીની ધરપકડ કરી હતી. દંતેશ્વરમાં રહેતી  અને ધો.૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય કિશોરી ગત ૬ઠ્ઠી તારીખની રાત્રે ઘરનો દરવાજો ખોલીને બહાર ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ તેની શોધખોળ શરૃ કરી હતી પરંતું તેનો પત્તો નહી લાગતા તેનું અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યું હોવાની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.  આ બનાવની પીએસએાઈ વીમલ ચૈાહાણે તપાસ શરૃ કરી હતી અને કિશોરીના૨૨ વર્ષીય સગા બનેવી મુકેશ જે છાણી વિસ્તારમાં રહે છે અને રિક્ષા ડ્રાઈવીંગ કરે છે તેની પર શંકા હોઈ તેની પર પણ વોચ ગોઠવી હતી. દરમિયાન ગઈ કાલે રાત્રે મુકેશ તેની ગુમ થયેલી સાળીને લઈને સાસરીમાં ગયો હતો અને જણાવ્યું હતું કે સાળી દુમાડ વિસ્તારમાંથી તેને મળતા તે ઘરે લાવ્યો છે. 

 


કોઈને શંકા ન જાય તે માટે તે પણ પરિવારજનો સાથે સાળીને શોધવાનો ડોળ કરતો હતો. પોલીસની ઘોંસ વધતા તે ગભરાયો હતો અને સાળીને સાસરીમાં પાછી લઈ જઈ ખોટી વાત ઉપજાવીને બચવાનો પ્રયાસ કર્યો હતો. આ વિગતોના પગલે પોલીસે મુકેશ સામે દુષ્કર્મના ગુનાનો ઉમેરો કરી તેની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો. 
 

(6:35 pm IST)