Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બગોદરામાં પ્લોટની સ્કીમ બહાર પાડી 59.18 લાખની છેતરપિંડી આચરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:બાવળામાં બગોદરા ગાર્ડન સિટી નામી પ્લોટની સ્કિમ બહાર પાડીને લોકો સાથે રૃ. ૫૯,૧૮,૦૦૦ ની છેતરપિંડી કરનારા હિમગીરી એશોશિએટ્સનાં પ્રોપાઈટર અને ભાગીદારો મળીને છ જણા સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ અંગે અમરાઈવાડીમાં રહેતા હેમંત સુર્યકાંતભાઈ પવારે હિમગીરી એશોશિએટ્સના પ્રોપ્રાઈટર તથા ભાગીદારો સામે ગુનો નોંધાવ્યો છે. જેમાં વસ્ત્રાપુરમાં હિમાની એપાર્ટમેન્ટમાં રહેતા જશોદાકંવર મોહનસિંહ રાજપુરોહિત, સેટેલાઈટમાં રહેતા ધવલ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી, થલતેજના યોગેશ નરસિંહભાઈ દોમડીયા, ફતેસિંહ, વિશાલ બામણીયા અને શિવાની જે.પરીખનો સમાવેશ થાય છે. બોડકદેવમાં ચાણક્ય ટાવર સુપરપ્લાઝામાં ઓફિસ ધરાવતા આરોપીઓએ બાવળામાં શિયાળ ગામની સીમમાં બગોદરા ગાર્ડન સિટી ઊપરાંત બાવળાના સરલા ગામની સીમમાં બગોદરા વાટીકા નામની સ્કિમ બહાર પાડીને મકાન બનાવવા માટેના પ્લોટો ૬૦ ટકા ડિસ્કાઊન્ટમાં આપવાની લોભામણી લાલચ આપતી જાહેરાત બહાર પાડી હતી. જેમાં ૨૫થી વધુ લોકોએ આ સ્કિમનો લાભ લેવા માટે રોકડ અને ચેકથી રકમ જમા કરાવી હતી. બીજીતરફ સમયમર્યાદા વીતી જવા છતા તેમને પ્લોટો નહી ફાળવીને તથા નાણા પરત નહી કરીને આરોપીઓએ રૃ. ૫૮,૧૮,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(6:35 pm IST)