Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પુન્દ્રાસણની સીમમાં ગોચરમાં સંતાડાયેલ વિદેશી દારૂ બિયરનો જથ્થો પોલીસે રંગે હાથે ઝડપ્યો

 ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે શહેર નજીક આવેલા પુન્દ્રાસણ ગામની સીમના ગૌચરમાં સંતાડાયેલો વિદેશી દારૃ અને બિયરના જથ્થાને ઝડપી લીધો હતો અને બુટલેગર સામે ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૃ કરી હતી તો અન્ય એક વિદેશી દારૃના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો. ગાંધીનગર જિલ્લામાં હાલ પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતાં બુટલેગરોને ઝડપી લેવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૃની હેરાફેરી અને વેચાણ કરતા શખ્સોને પકડવા માટે સૂચના આપી હતી જે અંતર્ગત એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો.રણજીતસિંહને બાતમી મળી હતીકે પુન્દ્રાસણ ગામમાં રામદેવપીર મંદિર પાસે આવેલી ગૌચરની જગ્યામાં મુકેશજી ઉર્ફે ગોકો પ્રહલાદજી ઠાકોર દ્વારા દારૃ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં વિદેશી દારૃની છ બોટલ અને બિયરના ૮૦ ટીન મળી આવ્યા હતા. 

 

 

(6:34 pm IST)