Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પેટલાદના મોરડમાં દીકરાને બગાડતો હોવાની રીસ રાખી લાકડીથી માર મારનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

પેટલાદ: તાલુકાના મોરડ ગામે આવેલા વણકરવાસમાં મારા દીકરાને કેમ બગાડે છે તેમ જણાવીને લાકડીઓથી માર મારતાં અંગે ત્રણ વિરૂદ્ઘ મહેળાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

 


પ્રાપ્ત વિગતો અનુસાર વણકરવાસમાં રહેતા હરીશભાઈ પ્રવિણભાઈ વણકરને નજીકમાં રહેતા વિનુભાઈ ડાહ્યાભાઈ વણકરે કહેલકે તુ મારા દીકરાને કેમ બગાડે છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને પોતાની પાસેની લાકડી માથામા મારી દીધી હતી જ્યારે સંજયભાઈ અને વિજયભાઈએ ઉપરાણુ લઈને આવી ચઢી ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

 

(6:33 pm IST)