Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

૧ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી અમદાવાદ એરપોર્ટના રન-વેનું સમારકામ થશેઃ ફલાઈટોના સમયમાં ફેરફાર થશે

આગામી ૧ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી અમદાવાદ એરપોર્ટના ૩.૫ કિ.મી. લાંબા રન-વેનું સમારકામ શરૂ થશે. આ દરમિયાન દરરોજ સવારે ૧૦ થી સાંજે ૬ સુધી રન-વે બંધ રાખવામાં આવશે. તેની જાણ ડોમેસ્ટીક એરલાઈન્સ કંપનીઓને કરી દેવાઈ છે. આથી હવે આ દરમિયાન ડોમેસ્ટીક ફલાઈટના સમયપત્રકમાં ફેરફારો થશે.

નોંધનીય છે કે ગત વર્ષે ઓકટોબરમાં રન-વેનું સમારકામ કરાયુ હતું. પરંતુ વાઈબ્રન્ટ ગુજરાતને કારણે માત્ર ત્રણ મહિનામાં કામ પૂર્ણ કરી દેવાયેલ અને પછી વરસાદને કારણે રન-વેનંુ ધોવાણ થઈ ગયું. ખાડા પડવાને કારણે ફલાઈટના ટેક ઓફ અને લેન્ડીંગમાં મુશ્કેલીઓ પડી રહી હતી. કૃણાલ કંપનીને આ એરપોર્ટના રીકારપેન્ટીંગ અને મેન્ટેનન્સનો ૩૦ કરોડનો કોન્ટ્રાકટ અપાયો હતો. ત્યારે આ સમારકામમાં ગેરરીતિ થયાની ફરીયાદો પણ ઉઠી હતી. હવે ફરીથી ૧ માર્ચથી રન-વેનું સમારકામ શરૂ થશે ત્યારે એરલાઈન્સ કંપનીઓને પેસેન્જરોને મુંબઈ અને દિલ્હીથી અમદાવાદ લાવવાને બદલે વડોદરા એરપોર્ટ પર ઉતારી અને એરલાઈન્સ કોચમાં અમદાવાદ લાવવાની ફરજ પડશે. આ બાબતે વાટાઘાટો થઈ રહી છે. જો કે એરલાઈન્સ કંપનીઓ આ માટે તૈયાર નથી. આમ, આ સમારકામને કારણે ડોમેસ્ટીક એરલાઈન્સ કંપનીઓને મોટો ફટકો પડશે. જેમાં જેટ એરવેઝની ૧૧, ઈન્ડીગોની ૩૨, સ્પાઈ જેટની ૧૩, ગો એરની ૧૪, વિસ્તારાની ૩ વગેરે ફલાઈટોને માઠી અસર પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.(૩૭.૧૫)

(5:53 pm IST)