Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સ્ટેચ્યુ ઓફ યુનીટીના કામગીરી સમયે ઝારખંડના મજુરનું મોતઃ કામદારોમાં ભારે રોષ

નર્મદાઃ નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટીની કામગીરી દરમિયાન  કામદારનું નીચે પટકાતા મોત થતા અરેરાટી સાથે કામદારોમાં ભારે રોષ છવાયો છે.

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી દરમિયાન દુર્દ્યટના બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતા ઝારખંડનો કામદાર નીચે પટકાતા મોત થયું છે. કામદારના મોતને લઇને કામદારોમાં રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા કામદારોની નિગમ અને પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. અને કામદારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી અટકાવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કામદારોએ સુરક્ષાના મુદ્દે રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડ્રિમ પ્રોજેકટ સરદાર વલ્લભભાઈ પટેલનું ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહી છે.

૩૧ ઓકટોબરના રોજ પ્રોજેકટ પૂર્ણ કરવાનું હોઈ ત્યારે આ સ્ટેચ્યુનું કામ દિવસ રાત ચાલી રહ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં કામદારો કામ કરે છે. ત્યારે આજે આ સ્ટેચ્યુની બાજુમાં બની રહેલ બ્રીજ પર આ ઘટના બની હતી.

કેવડિયા ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીનું ડ્રિમ પ્રોજેકટ સરદાર વલ્લભભાઈ પટેલનું ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહી છે. જે ૩૧ ઓકટોમ્બર ૨૦૧૮ નારોજ પ્રોજેકટ પૂર્ણ કરવાનું હોઈ ત્યારે આ સ્ટેચ્યુનું કામ દિવસ રાત ચાલી રહ્યું છે. જેમાં હજારો સંખ્યામાં કામદારો કામ કરે છે. ત્યારે આજે આ સ્ટેચ્યુની બાજુમાં બની રહેલ બ્રીઝ પર એક દ્યટના દ્યટી હતી.

જેમાં ઝારખંડમાંથી આવેલ એક કામદારનું કામ કરતી વેળાએ ઉપરથી પટકાતા મોત થયું હતું. જે બાબતે કામદારો દ્વારા આ કામદારના મૃતદેહને તેમની કોલોની ખાતે લાવવામાં આવે તેવી માગ કરી હતી. પરંતુ એલ્રૂટી દ્વારા આ કામદારના મૃતદેહને વડોદરા ખાતે મોકલી દેતા હોબાળો મચ્યો હતો. ત્યારે તમામ સ્ટેચ્યુ પર કામદારોએ કામબંધ કરી દેતા નિગમ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.

આ કામદારો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. જોકે હાલ તો પોલીસ દ્વારા મરનાર કામદારના મૃતદેહને તેમની કોલોની ખાતે લાવવાની હય્યાધરના આપતા મામલો થાળે પડ્યો છે. પરંતુ સ્ટેચ્યુ પર કામ કરતા તમામ કામદારોની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ બંધ રાખવાની ચીમકી આપી છે.

(5:14 pm IST)