News of Saturday, 10th February 2018

ધો.૧૦-૧૨ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ બોર્ડનું નક્કર પગલું: ૩૩ પ્રકારની ગેરરીતિની યાદી બનાવી

આચાર્યો પાસે ગેરરીતિ નહિં થાય તેની પણ બાંહેધરી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની આગામી ૧૨ માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થવાનો છે આકરા નિયમો બોર્ડ જાહેર કરી દીધા છે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીને કયા પ્રકારની સજા થશે તે માટે ૩૩ પ્રકારની ગેરરીતિઓનું લિસ્ટ શાળાના નોટિસ બોર્ડ પર લગાવાશેજેમાં કોઇ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઇ વિદ્યાર્થી સામે ઇશારો કરતાં ઝડપાશે તો તેની પરીક્ષા રદ કરવા સુધીના નિયમો, ગતવર્ષે સ્માર્ટ ફોન ઇયર ફોન, કેલ્કયુલેટર વિથ કેમેરા મોબાઇલ વગેરે સાથે ગેરરીતિ કરતા પકડાયા હતા.

આ બાબતને ગંભીરતાથી લઇને બોર્ડ મોબાઇલ કે કોઇ પણ ઇલેકટ્રોનિકસ ચીજ સાથે પકડાયેલા વિદ્યાર્થીની તે સમયની સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવશે તેમજ ત્યાર પછીનાં બે વર્ષ માટે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે.શિક્ષણ બોર્ડ દ્વારા શાળાના આચાર્યો પાસેથી પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તે પ્રકારની બાંયધરી માગવામાં આવી છે.

પરિણામ રદ કરીને તેને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં દ્યણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની જવાબવહી સાથે ચલણી નોટો જોડતા હોવાના દાખલા અવારનવાર બને છે. હવે બોર્ડેઙ્ગ લાલ આંખ કરતા જે વિદ્યાર્થીઓ આન્સરશીટમાં વિનંતી કરીને ચલણી નોટો જોડી હશે તો તે વિદ્યાર્થીની તે વર્ષની સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત તેને વધુ એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્ત્।રવહી બહાર ફેંકી હોય તો તેનું સમગ્ર પરિણામ રદ કરી દેવું. વિદ્યાર્થી કે તેની સાથેનો અન્ય વિદ્યાર્થી તેની ઉત્ત્।રવહી ફાડી નાખે તો તેનું સમગ્ર પરિણામ રદ થશે.ઉત્ત્।રવહી કે સપ્લીમેન્ટરી ચાલુ પરીક્ષાએ જો વિદ્યાર્થી પરીક્ષક કે નિરીક્ષકને આપ્યા વગર જતો રહે તો તેની પરીક્ષાનું પરિણામ રદ કરીને અન્ય એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પાસેથી સપ્લીમેન્ટરી કે ઉત્ત્।રવહી ઝૂંટવી લેશે તો તે વિદ્યાર્થીનું પૂરું પરિણામ રદ થશે. વિદ્યાર્થી પરીક્ષા સ્થળે દ્યાતક હથિયાર લાવે કે હિંસક કૃત્ય કરે તો તેની જે તે પરીક્ષા રદ કરી કાયમ માટે પરીક્ષામાં બેસવા નહીં દેવાય. મદદ કરવાની વિનંતી સાથે ચલણી નોટ ઉત્ત્।રવહીમાં જોડે તો તેનું પરિણામ રદ થવા ઉપરાંત વધુ એક વર્ષ પરીક્ષામાં બેસવા દેવાશે નહીં.

ઉત્ત્।રવહીમાં લગાવેલું સ્ટિકર ઉખાડવાનો પ્રયત્ન કરશે તો સમગ્ર પિરણામ રદ થશે. સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે મૌખિક કે સાંકેતિક ભાષામાં ઇશારો કરતાં ઝડપાશે કે સૂચક સંદેશો આપતો હશે તો તે વિષયનું પરિણામ રદ થશે. કલાસરૂમમાં ઇલેકટ્રોનિકસ સ્માર્ટ ગેઝેટ્સ દ્વારા ચોરી કરતાં ઝડપાશે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત વધુ બે વર્ષ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

(12:33 pm IST)
  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST