Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આણંદમાં આઇબીના પીઆઇની ગૂમ થયેલ 'બોલેરો' કારનો પત્તો લગાડવામાં સફળતા

એસપી મકરંદ ચૌહાણ ટીમે ગણતરીની કલાકમાં બોલેરો શોધી

રાજકોટ, તા., ૧૦: આણંદમાં ગુપ્તચર વિભાગ (આઇબી)માં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેકટરની સરકારી બોલેરો ગાડી રહસ્યમય સંજોગોમાં ગૂમ થયાની ઘટનામાં આણંદના એસપી મકરંદ ચૌહાણે ટીમોને કામે લગાડી એજ દિવસે ગણતરીના કલાકોમાં આ કારનો પત્તો લગાડી લીધાનું જાણવા મળે છે.

ડ્રાઇવરના કબ્જામાં રહેતી આ બોલેરો રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા બાદ આ ઘટનાને ગંભીર ગણી આણંદના અનુભવી જીલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણે તુર્ત જ આ બાબતે સક્રિયતા દાખવતા અને કારનો પત્તો લાગતા સૌના જીવ હેઠા બેઠા હતા.

અત્રે યાદ રહે કે, સુર્યસિંહ નામના ડ્રાઇવર પોતાના સરકારી કવાર્ટર પર ઓફીસઅવર્સ બાદ કાર રાખે છે. ગત તા.૪ ના રોજ આઇબીના અધિકારીના ધ્યાને આ કાર ન પડતા તે બાબતે પ્રાથમીક પુછપરછ કરતા ડ્રાઇવરે પાર્ટીમાં ગયા બાદ ઉજાગરાને કારણે તેની તબિયત લથડી ગઇ હતી. ત્યાર બાદ કાર કયાં મુકી દીધી તે યાદ આવતું ન હોવાનું જણાવતા જ આઇબીના પોલીસ ઇન્સ્પેકટરે આ અંગે ફરીયાદ રીપોર્ટ આપ્યો હતો.

(12:32 pm IST)