Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

મૃત વ્યકિતના નામે ખરીદી કરીને મોબાઇલ, ટીવી સહીતના ઉપકરણો ઓનલાઇન ખરીદીને વેચી દીધા

અમદાવાદઃ મૃત વ્યતિના નામે ખરીદી કરનાર ભેજાબાજ વેબ ડિઝાઇનરનો પર્દાફાશ થયો છે.પ્રાપ્ત માહીતી મુજબ ફાઇનાન્સ કંપનીને ખ્યાલ જ નહતો કે અજય રાઠોડ નામનો વ્યકિત હયાત નથી અને તેમણે ઇન્સ્ટોલમેન્ટનું બીલ પણ રાઠોડના દ્યરે મોકલી દીધું હતું. રાઠોડ જીવીત ન હોવાની જાણ થયા બાદ ફાઇનાન્સ કંપની મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી, તેમને સમજમાં નહોતું આવતું કે આખરે મૃત વ્યકિતને ટ્રેસ કઇ રીતે કરવો?

એટલું જ નહીં તરુણે મોબાઇલ ફોન, LED ટીવી સહિત 1.69 લાખની કિંમતનો ઇલેકટ્રોનિક સામાન પણ ખરીદી લીધો હતો અને બાદમાં આ સામાનને ઇ-કોમર્સ વેબસાઇટ પર વેંચવા મૂકયો હતો.

ઇન્સ્ટોલમેન્ટ ન મળતાં બજાજ ફાઇનસર્વ ફાઇનાન્સ કંપની એકશનમાં આવી હતી અને અજય રાઠોડને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાઇનાન્સ કંપનીને ત્યારે નિરાશા સાંપડી જયારે ખબર પડી કે રાઠોડ 6 મહિના પહેલાં મૃત્યુ પામ્યા હતા.

આ મામલે 27 વર્ષીય અભિજીત ગીરધરલાલે ફરિયાદ નોંધાવી કે, ‘રાઠોડના નામે શાઙ્ખપિંગ કરવામાં આવી પરંતુ રાઠોડનો 6 મહિના પહેલાં જ દેહાંત થયો હતો, રાઠોડના નામે સુરેજા નામનો શખ્સ શાઙ્ખપિંગ કરતો હતો.’

નવરંગપુરા પોલીસ ઇન્સ્પેકટર અભિજીત પરમારે જણાવ્યા મુજબ સુરેજાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તે છેતરપિંડીના અન્ય કેસમાં સંડોવાયેલો છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.

પોતાના આધાર કાર્ડને મેન્યુપ્યુલેટ કરવાની તરકીબનું અભિજીત પરમારે વર્ણન કર્યું હતું. ત્રણ મહિના પહેલાં સુરેજાએ એક નવો મોબાઇલ નંબર ખરીદ્યો હતો, જે અગાઉ અંકોડિયાના રહેવાસી અજય રાઠોડના નામે હતો. અજય રાઠોડના મૃત્યુ બાદ આ મોબાઇલ નંબર પરત ખેંચી લેવામાં આવ્યો હતો અને 3 મહિના બાદ આ જ નંબર સુરેજાને ફાળવવામાં આવ્યો હતો.

એક વખત શોરૂમમાં શાઙ્ખપિંગ કરવા ગયો ત્યારે સુરેજાને જાણવા મળ્યું કે, જો તે પોતાનું નામ અને મોબાઇલ નંબર કંપનીના પોર્ટલમાં નોંધાવે તો તેને ક્રેડિટકાર્ડ મળી શકે તેમ છે.

ફાઇનાન્સ કંપનીના પોર્ટમાં રજિસ્ટર કર્યા બાદ સુરેજનામે માલુમ પડ્યું કે તેની પાસે રહેલો નંબર અજય રાઠોડના નામે બોલે છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં સુરેજાએ વાંચ્યું હતું કે જે નામે ક્રેડિટ કાર્ડ ખરીદવામાં આવશે તેના સરનામે જ ખરીદેલી વસ્તુની ડિલિવરી થશે.

જેથી પોતાના દ્યરે જે-તે વસ્તુની ડિલિવરી મેળવવા માટે સુરેજાએ ખુદના આધાર કાર્ડની કોપીને મોડિફાઇ કરી અજય રાઠોડનું નામ અને ફોટો અટેચ કરી દીધો હતો.

ક્રેડિટ કાર્ડ મળતાની સાથે જ સુરેજાએ મોબાઇલ અને ટીવી સહિત 5 ઇલેકટ્રીક આઇટમ ખરીદી હતી અને બાદમાં તેને ઓનલાઇન વેચી મારી હતી.

(7:58 pm IST)
  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST

  • સીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST