Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વડોદરાના ગોત્રી રોડ પર અમરદીપ કોમ્લેક્ષના વીજમીટરોમાં આગ લાગતા રહીશોમાં ગભરાહટ

અંદાજે 10 જેટલા વીજ મીટરો બળીને ખાખ : શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

વડોદરા : શહેરમાં સવારે ગોત્રી રોડ અમરદીપ કોમ્પ્લેક્ષના વીજ મીટરોમાં આગ ફાટી નીકળી હતી. વીજ મીટરોમાં આગ લાગતાજ કોમ્પ્લેક્ષના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો તમામ લોકો ઘર છોડીને નીચે આવી ગયા હતા. મીટરોમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા. અને ફર્મ અને પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં દસ ઉપરાંત વીજ મીટરો બળીને ખાખ થઇ ગયા હતા.

મળેલી માહિતી પ્રમાણે શહેરના ગોત્રી રોડ ઉપર અમરદીપ કોમ્પ્લેક્ષના મીટરોમાં એકાએક આગ ફાટી નીકળતા અફાડા-તફડી મચી ગઇ હતી. મીટરોમાં આગ લાગતાની સાથેજ કોમ્પ્લેક્ષના રહીશો તેમજ બાજુમાં આવેલા અન્ય કોમ્પ્લેક્ષના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કોમ્પ્લેક્ષના રહીશો અધ્ધર જીવે પોતાના ઘર છોડી નીચે દોડી આવ્યા હતા. દરમિયાન રહીશોએ મીટરોમાં આગ લાગી હોવાની જાણ વડીવડી ફાયર બ્રિગેડને કરતા તુરતજ લશ્કરો દોડી આવ્યા હતા.

બીજી બાજુ વિસ્તારના લોકો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન ફાયર બ્રિગેડના લાશ્કરો આવી પહોંચતા લાશ્કરોએ ફર્મ અને પાણીનો ઉબયોગ કરી આગ કાબુમાં લીધી હતી. આ બનાવની જાણ વીજ કંપનીને થતાં, જીઇબીની ટીમ દોડી આવી હીતી. અને આ કોમ્પ્લેક્ષ સહિત આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાંં આવ્યા હતા, આગમાં દસ જેટલા મીટરો બળીને ખાખ થઇ જતાં કોમ્પ્લેક્ષનો વીજ પુરવઠો બંઘ કરી દીધો હતો.

સવારે મીટરોમાં લાગેલી આગમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આગના બનાવે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. મીટરોમાં આગ શોર્ટ સરકીટના કારણે લાગી હોવાનું ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આગળ તાપસ ચાલુ રાખવામાં આવશે, અને પૂછપરછ પણ ચાલુ રાખવામાં આવશે. જેનાથી આગ લાગવાનું સાચુ કારણ મળી રહે.

(12:39 am IST)