Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે 10થી વધુ માણસો બેસાડનાર ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે ઉભેલી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ઇકો ગાડીમાં વધુ મુસાફરો બેસાડી જાહેરનામા નો ભંગ કરતા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ તારીખ 9 જાન્યુઆરીએ બપોરે એકાદ વાગે આમલેથા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન પ્રતાપનગર બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી ઇકો ગાડી નંબર GJ.16 CH.8495ને અટકાવી તપાસ કરતા અંદર દસ કરતા વધુ મુસાફરો બેસાડી જાહેરનામા નો ભંગ થતા આમલેથા પોલીસે ઇકોના ચાલક અરવિંદભાઈ ફોગટભાઈ પાટણવાડિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:55 pm IST)