Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હવે ભારતીય ઈન્વેસ્ટરોને રશિયામાં ટ્રેડિંગ કરવાનું સરળ બન્યું :ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ એક્સચેન્જ સ્થપાયુ

ઇન્ડિયા આઇએનએક્સના સભ્યો અને તેમના કસ્ટમરોને રશિયાના શેરબજાર સુધીની પહોંચ પ્રાપ્ત થશે

ગાંધીનગર :ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી બન્યુ છે ત્યાં એક ઇન્ટરનેશનલ એક્સચેન્જ સ્થપાયુ છે ત્યાંથી રોકાણકારોને રશિયાના મોસ્કો સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરવાની સુવિધા પ્રાપ્ત થશે.

પ્રાપ્ત માહિતી મુજબ ઇન્ડિયા આઇએનએક્સના સભ્યોને હવે ગિફ્ટી સિટી થકી રશિયાના મોસ્કો એક્સચેન્જ ખાતે ટ્રેડિંગ કરવાની પહોંચી પ્રાપ્ત થશે. લંડન સ્થિત બ્રોકર-ડીલર સોવા કેપિટલે કહ્યુ કે, તેણે એક કરાર કર્યા છે, જે હેઠળ ઇન્ડિયા આઇએનએક્સના સભ્યો અને તેમના કસ્ટમરોને રશિયાના શેરબજાર સુધીની પહોંચ પ્રાપ્ત થશે.

 નિવેદન મુજબ આ ભાગીદારી મારફતે ભારતીય રોકાણકારો મોસ્કો એક્સચેન્જ (MOX)માં ટ્રેડિંગ કરી શકશે. એક્સચેન્જ રશિયાના ઇક્વિટી, બોન્ડ, ડેરિવેટિવ્સ, ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટ અને કરન્સી માર્કેટની માટે મુખ્ય ટ્રેડિંગ પ્લેટફોર્મ છે.

ઇન્ડિયા આઇએનએક્સ એ બીએસઇની પૂર્ણમાલિકીની સહાયક કંપની છે. કંપનીએ એક પ્લેટફોર્મ શરૂ કર્યુ છે, જેની મારફતે ભારતીય ગ્રાહકો વિદેશી સ્ટોકસમાં ટ્રેડિંગ કરી શકે છે. તે ગિફ્ટી સિટી સ્થિત આઇએફએસસીમાં સ્થાપિત ભારતનું પહેલુ ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે

(9:36 pm IST)