Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ : જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં

માસ્ક સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવા એકઠા થઈ શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાશે

અમદાવાદ :  ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ગૃહ વિભાગે ઉત્તરાયણને લઈને  જાહેરનામું જાહેર કર્યુ છે.  જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં.  માસ્ક  સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી એકઠા થઈ શકાશે નહીં.  જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાશે.  પતંગ બજારમાં ખરીદી માટે બજારની મુલાકાત લે ત્યારે કોવિડ ગાઈડલાઈનું પાલન કરવું પડશે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097  કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા.  બીજી તરફ 1539  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા. આજે  3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

(8:35 pm IST)