Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ : માત્ર 9 દિવસમાં 60 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ

છેલ્લા નવ દિવસમાં 805 લોકોના ટેસ્ટ કરાયા : IIMના વિદ્યાર્થીઓમાં ઝડપભેર સંક્રમણ વધતા આઈઆઇએમ તંત્રની ચિંતા વધી

અમદાવાદ: શહેરમાં પણ ઘાતક કોરોનાનો કહેર વધ્યો છે. આ વચ્ચે અમદાવાદ IIMમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે અહીં  1થી 9 જાન્યુઆરી વચ્ચે 60 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે..અહીં 805 લોકોના ટેસ્ટ કરતા 60 લોકો પોઝિટિવ આવ્યા છે.. IIMના વિદ્યાર્થીઓમાં ઝડપભેર સંક્રમણ વધતા આઈઆઇએમ તંત્રની ચિંતા વધી ગઇ છે

(7:37 pm IST)