Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સુરત:અમરોલીના વિદ્યાર્થીને દરરોજ 5 હજારના પગારની લાલચ આપી 3.83 હજાર પડાવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: અમરોલીના એન્જિનીયરીંગના વિદ્યાર્થીને ઓનલાઇન વર્ક ફ્રોમ હોમ અને ડેઇલી સેલરી પેટે રૂ. 5000 ની લાલચ આપી એમઝોન કંપનીની વર્ક ઓર્ડરનો ટાસ્ક આપી રૂ. 3.83 હજાર પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

અમરોલીના શ્રીનાથ રો હાઉસમાં રહેતા એન્જિનીયરીંગના વિદ્યાર્થી ચિરાગ રામજી બલદાણીયા (ઉ.વ. 21) ના મોબાઇલ પર આવેલા મેસેજના આધારે તેણે મેસેજમાં આવેલી લીંક ઓપન કરી હતી. જેમાં મોબાઇલ નં. 8145310023 નું વ્હોટ્સએપ એકાઉન્ટ ખુલ્યું હતું અને મટીયા નામની વ્યક્તિએ એમેઝોનની વેબ લીંક પર ઓર્ડર કમ્પલેટ કરી કમિશન મેળવો એમ કહી લીંક મોકલાવી હતી. ચિરાગે લીંક ઓપન કરી પોતાના નામથી આઇડી ઓપન કરી પ્રથમ રૂ. 200 નો ટાસ્ક કમ્પીલટ કરતા કમિશન પેટે રૂ. 190 મળ્યા હતા. આ કમિશન જમા કરાવવા મટીયાએ ચિરાગના બેંક એકાઉન્ટની ડિટેઇલ્સ મેળવી હતી. ત્યાર બાદ વધુ આઠથી દસ ટાસ્ક આપ્યા હતા અને તેના કમિશન પેટે રૂ. 2.96 લાખ ચિરાગના આઇડીમાં જમા થયા હતા. પરંતુ આ રકમ ચિરાગના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે મટીયાએ અમારી કંપનીના કમિશન પેટે રૂ. 38,725 અને ત્યાર બાદ વેરીફીકેશનના નામે રૂ. 48,889 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ કુલ રૂ. 3.83 લાખની ઠગાઇ કરી હતી.

(5:44 pm IST)