Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હરિજમાં રખડતા ઢોરની સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું:ગંદીકના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો

હારીજ: નગરપાલિકામાં ભાજપના સત્તાધિશો વચ્ચે પ્રમુખ અને સભ્યો વચ્ચે સંકલનના અભાવે થોડાક સમય પહેલાં સત્તાધારીપક્ષના ૩ સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા અને પ્રમુખ પોતાની મનમાનીથી વહિવટ કરતાં હોવાનો આક્ષેપ થયો હતો. જો કેભાજપના સંગઠનના પ્રયત્નોથી આ મામલો શાંત પડી ગયો હતો. હારીજ વેપારી મથક હોઈ મોટી સંખ્યામાં લોકો ખરીદી અને ગંજબજારમાં પાકના વેચામ માટે આવતા હોય છે અને દિવસભર લોકોનો મોટો જમાવડો જોવા મળે છે. નગરમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે ક્યારેક રાહદારીઓ પણ તેનો ભોગ બનતા હોવાની ઘટનાો પણ પ્રકાશમાં આવે છે. તેમછતાં નગરપાલિકા દ્વારા જરૃરી કાર્યવાહી હાથ ધરાતી નથી.સફાઈ કામદારના કોન્ટ્રાક્ટર દ્વારા પેટ્રોલ પંપનું બિલ ન ભરાતાં સફાઈના તમામ સાધનો નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ધૂળ ખાતા પડયા છે. ફાયર ફાઈટર ઘણા સમયથી બંધ હોવાથી આગ અકસ્માતના સમયે પાટણ કે મહેસાણાથી ફાયર ફાયટર મંગાવવાની જરૃર પડે છે. તેમછતાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો પગાર સફાઈ સેવા બંધ હોવા છતાં ચુકવાતાં નગરપાલિકાને આર્થિક ફટકો પડે છે. આ અંગે નગરપાલિકા પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ એજન્સી દ્વારા બિલ ન ચુકવાતાં સફાઈ કામગીરી અટકી પડી છે અને સત્વરે શરૃ કરવા નગરપાલિકા દ્વારા ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી. અત્રે એ યાદ રહે કે નગરપાલિકાનું લાખો રૃપિયાનું વીજ બીલ અગાઉ ન ભરાતા વીજ જોડાણ કાપી નંખાતા જે લ્હેણાંની બાકી રકમ ભરપાઈ થતાં ફરીથી સરૃ કરાયું હતું. પરંતુ લાપરવાહીના ભોગ નગરજનોને અંધારામાં અટવાવાની નોબત આવી હતી.

(5:19 pm IST)