Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામ નજીક જંગલી ભુંડનો ત્રાસ:વહેલી સવારે કામ સાત શખ્સો પર હિંસક હુમલો

પાલનપુર:તાલુકાના સેમોદ્રા ગામે ખેડૂતોના પાકને નુકશાન કરતા જંગલી ભૂંડ હવે લોકોને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે. જેમાં એક ભૂંડે વહેલી સવારે ખેતરમાં કામ કરી રહેલા સાત વ્યક્તિ પર હિંસક હુમલો કરી ઇજાઓ પહોંચાડતા લોકોમાં ભૂંડના આતંકથી ફફડાટ ફેલાયો છે.

પાલનપુર પંથકના જંગલી ભૂંડ ખેડૂતો માટે મુસીબત સમાન બન્યા છે. ખેતરોમાં ઉભેલા પાકને નુકશાન કરતા ભૂંડ લોકોને પણ નુકશાન પહોંચાડી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના સેમોદ્રામાં રવિવારે વહેલી સવારે સાત લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. દરમ્યાન ઓચિંતા આવી ચેડેલા એક જંગલી ભૂંડે આ લોકોમાં આકસ્મિક હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી ઘાયલ કર્યા હતા. બનાવના પગલે ઇજાગ્રસ્ત લોકોએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતાં ભૂંડ નાસી છુટયૂ હતું. અને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે વડગામના સમુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ભૂંડના આતંકને લઈ ખેતરોમાં કામ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

(5:18 pm IST)