Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ખુરશીદ સુમાએ હર્ષ સંઘવીને જન્મદિનની શુભેચ્છા આપીઃ સી.આર.પાટીલ સાથે મુલાકાત

રાજકોટઃ રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસે તેઓને ગુજરાત પ્રદેશ ભાજપના લઘુમતી મોરચાના આમંત્રીત સભ્ય ખુરશીદ સુમાએ રૂબરૂ જઈ શુભેચ્છા પાઠવી હતી. શ્રી સુમાએ હર્ષભાઈ સાથે ૨૦૦૯ થી ૨૦૧૧માં યુવા મોરચામાં કામ કરેલ. દિલ્હી સંસદ ઘેરાવ કાર્યક્રમમાં ગેટ નં.૧ મનમોહનસિંહજીની ગાડી રોકી ધરપકડ વ્હોરેલ. જમ્મુ- કાશ્મીરમાં કાર્યક્રમમાં પણ સાથે  રહયા હતા. ખુરશીદે સુરત ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

(3:30 pm IST)