Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીની રવિવારી બજાર ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે માટે ધંધાર્થીઓને સમજાવી સલામત સ્થળે ખસેડાયા.

મોરબી રવિવારી બજારનો વ્યાપ વધતા ટ્રાફિક નિયત્રણ માટે પોલીસ અને પાલિકાએ તકેદારીના પગલાં લીધા.


મોરબીમાં બન્ને પુલ નીચે વર્ષોથી ભરાતી રવિવારી બજારનું કદ હવે મોટું થઈ ગયું હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. ત્યારે પોલીસ અને પાલિકા તંત્રએ ગઇકાલે રવિવારી બજારમાં ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે માટે ધંધાર્થીઓને સમજાવી સલામત સ્થળે ખસેડયા છે.
મોરબીના પુલ નીચે વર્ષોથી સામાન્ય લોકોની બિગ બજાર એટલે રવિવારી બજાર ભરાય છે. જો કે પુલ નીચેના ખુલ્લા પટ્ટમાં રવિવારી બજાર કોઈને પણ અડચણરૂપ નથી અને સામાન્ય લોકોને પણ રોજીરોટી મળી રહે છે. પરંતુ હમણાથી રવિવારી બજારનું કદ વધી ગયું છે અને રવિવારી બજાર રોડ ઉપર ઉતરી આવી હોય એમ સામાન્ય ધંધાર્થીઓ પુલ નીચેના રોડ ઉપર રેકડી, પાથરણા ગોઠવીને ધંધો કરતા હોય ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. ગયા રવિવારે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં માંડ માંડ મોડેથી નીકળી હતી. આથી ટ્રાફિકનો પ્રશ્ન ન સર્જાઈ તે માટે આજે નગરપાલિકા તંત્ર અને પોલીસ રવિવારી બજારમાં બહાર રોડ ઉપર બેસતા સામાન્ય ધંધાર્થીઓને સમજાવી ટ્રાફિકને નડતરરૂપ ન થાય તેવી જગ્યાએ ખસેડયા હતા અને તંત્ર આ લોકોને ધંધો કરવાની મનાઈ ન  હોવાનું જણાવી ને ટ્રાફિકને નડતરરૂપ ન થાય એ રીતે રોજીરોટી મેળવવાની સૂચના આપી છે.

(1:41 pm IST)