Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વલસાડના નાની સરોણ ગામે ચારથી પાંચ પશુપાલક વાછરડીનું મારણ કર્યું હતું તે મહા આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાઇ

દીપડીના આતંકના પગલે લોકો રાત્રી દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા : ગત રાત્રે વધુ એક વાછરડીનું મારણ કરતા આખરે ગ્રામજનોએ જંગલ વિભાગની ટીમને જાણ કરતા ચણવઇ જંગલ વિભાગની ટિમ દ્વારા નાની સરોણ ગામે પાંજરું ગોઠવ્યું :આજે વહેલી સવારે ખુંખાર દીપડી પાંજરે પુરાઈ જતા લોકોનું ટોળું જોવા માટે ઉમટી પડ્યા

(કાર્તિક બાવીશી  દ્વારા )વલસાડ તાલુકાના નાની સરોણ ગામે આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડીએ છેલ્લા એક અઠવાડિયાથી રાત્રી દરમિયાન 4થી 5 પશુપાલકોના તબેલામાંથી વાછરડીનું મારણ તેમજ કેટલાક પશુપાલકોના ઘરો નજીકથી મરઘાનું મારણ કર્યું હતુ. જેથી ગામમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો હતો. જે દીપડી આખરે પાંજરે પુરાઇ છે.
દીપડીના આતંકના પગલે લોકો રાત્રી દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા ત્યારે ગત રોજ રાત્રીના વધુ એક પશુ પાલકના નિવસ્થાન નજીકથી વાછરડીનું મારણ કરતા આખરે ગ્રામજનોએ જંગલ વિભાગની ટીમને જાણકારી આપતા ચણવઇ જંગલ વિભાગની ટિમ દ્વારા નાની સરોણ ગામે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે ખુંખાર દીપડી પાંજરે પુરાઈ જતા લોકોનું ટોળું જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, હજુ પણ આસપાસમાં દીપડા ફરતા હોવાની ચર્ચા સ્થાનિક લોકો કરી રહ્યા છે.આજે કેટલા દિવસ બાદ દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, દીપડી દ્વારા અનેક પશુપાલકોના ગાય વાછરડાને મારણ કરતા તેઓને પણ નુકશાન પોહચ્યું છે. ત્યારે આજે રાહતની વાત એ છે કે સરોણ ગામમાં આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાઈ છે.

(1:38 pm IST)