Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શહેરા તાલુકાના સુરેલી ગામે ગૌ આધારીત પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ સંદર્ભે કાર્યક્રમ યોજાયો

સરકારી વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડો. વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ આયોજન : ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ ના કોર્ડીનેટર ડો.પ્રવિણ હાંડા દ્વારા સુરેલી ના ખેડૂતોને મળી માર્ગદર્શન અપાયું

અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત ભારત સરકારના પાંચ પ્રકલ્પ કાર્યક્રમને અનુલક્ષીને શહેરા તાલુકાના સુરેલી ગામે ગૌ આધારીત પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ ને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. વિપુલ ભાવસાર ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ ના કોર્ડીનેટર ડો.પ્રવિણ હાંડા દ્વારા સુરેલી ના ખેડૂતોને મળી માર્ગદર્શન આપવામાં આવ્યું.

તેમની સાથે સહ કો-ઓર્ડિનેટર ડો. ગણેશ નિસરતા અને આ પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવ્યું. તે ઉપરાંત તેમની વિદ્યાર્થીઓ ની ટીમે સાથે મળીને ખેડૂતોને ગૌ આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? ગામમાં બીજા કયા કયા પાક બોલો છો? તે ઉપરાંત રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો તેનાથી અનેક જાતના રોગો અને આડઅસરો થતી હોય છે, તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લિખિત “પ્રાકૃતિક ખેતી”પુસ્તક નું ખેડૂતોને વિતરણ કર્યું.

તેમજ કૃષિ આધારિત અન્ય સાહિત્ય તેમને આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.આ પુસ્તકમાં ગાયનું ગોબર અને ગૌ-મૂત્ર ના મિશ્રણ કરીને ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે તેની રીત સાથે સમજણ આપીને તે વિશે ખેડૂતોને માહિતગાર કર્યા. તેમજ ગામના ખેડૂતો સાથે “ચર્ચાસભા”નું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં સુરેલી ગામ ની જન કલ્યાણ વિદ્યામંદિર નો સંપૂર્ણ સહયોગ રહ્યો.તેમજ કોલેજના વિદ્યાર્થીઓની ટીમ, ગામના ખેડૂતો, અને ગામની બહેનો તમામ ના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો

(1:37 pm IST)