Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન બાઇકસવારે ASIને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ

પાછળથી આવતી રીક્ષાએ પણ અડફેટે લીધા : કોવિડ ગાઈડલાઈન અંગે ચેકીંગમાં હતા

અમદાવાદના દસક્રોઇ તાલુકાના કણભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈને પૂરઝડપે આવી રહેલા બાઇક સવારે ટક્કર મારત ગંભીર રીતે ઘાયલ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના સર્જાઇ હતી. બેફામ બાઇક હંકારતા ચાલકે એએસઆઈને પાછળના ભાગેથી ટક્કર મારી હતી. તે સમયે એક રીક્ષા પણ અથડાતાં એએસઆઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એએસઆઈ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ અંગે કણભા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

કણભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાબુ ભાઇ પટણી અમદાવાદ-કઠલાલ હાઇવે પાસે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે સીંગરવા તરફ થી આવતા બેફામ બાઇક સવારે એએસઆઈ બાબુભાઇને પાછળથી ટક્કર મારી દીધી હતી. એટલું જ નહીં, બાઇકની પાછળ આવી રહેલી એક સીએનજી રીક્ષા પણ ટકરાઇ હતી. બાઇક અને રીક્ષાની ટક્કરથી ASI બાબુભાઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળ પર હાજર અન્ય સ્ટાફે એએસઆઈને તાત્કાલિક 108 મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. જવામાં આવ્યા હતા. આ અંગે કણભા પોલીસે બાઇક સવાર અને રીક્ષા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(12:49 pm IST)