Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદમાં ઉત્તરાયણે ધાબા ભાડે નહિ અપાય : બુકીંગની રકમ પરત કરાશે

કોરોનાએ આ વર્ષે પણ રંગમાં પાડયો ભંગ : કેસ વધતા અને નવી એસઓપી આવતા

અમદાવાદ તા. ૧૦ : ઉત્તરાયણ આવે ત્યારે રસિયાઓ અને વિદેશીઓમાં કોટ વિસ્તારમાં ધાબા ભાડે લેવા ભારે ક્રેઝ હોય છે, બીજી બાજુ આપનાર લોકોની સંખ્યા પણ વધી જતી હોય છે. પરંતુ કોરોનાનાં કેસ વધતાં અમદાવાદના ખાડિયામાં ધાબાઓ ભાડા આપવાનું રદ કરાયું હોવાના સમાચાર છે.

રાજયમાં કોરોના સંક્રમણ ફેલાતા ગુજરાતીઓનો પ્રિય એવા ઉત્તરાયણના તહેવારના રંગમાં ભંગ નાંખ્યો છે. સમગ્ર રાજયમાં કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, તેના અડધો અડધ કેસ ખાલી અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. જેના કારણે સરકારને નિયંત્રણો લાવવા પડ્યા છે. લોકોને કોરોના નિયમોનું પાલન કરવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે ઉત્ત્।રાયણને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે અને લોકોને ભીડ ભેગી ન કરવા જણાઈ રહ્યું છે.

ઉત્તરાયણ આવે ત્યારે રસિયાઓ અને વિદેશીઓમાં કોટ વિસ્તારમાં ધાબા ભાડે લેવા ભારે ક્રેઝ હોય છે, બીજી બાજુ આપનાર લોકોની સંખ્યા પણ વધી જતી હોય છે. પરંતુ કોરોનાનાં કેસ વધતાં અમદાવાદના ખાડિયામાં ધાબાઓ ભાડા આપવાનું રદ કરાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. સરકારે નવી SOP જાહેર કરતા ધાબા ભાડે આપવાનો ધંધો પડી ભાંગ્યો છે. નવી SOP પહેલા શહેરમાં ૨૫ ધાબા ભાડે અપાયા હતા.

અન્ય લોકો જણાવી રહ્યા છે કે ઉત્ત્।રાયણમાં બે દિવસ માટે અમે ધાબુ ભાડે આપીએ છીએ. તેમાં સુવિધાના ભાગરૂપે પતંગરસિયાઓને ભોજનમાં ઉંધિયું, જલેબી, લીલવાની કચોરી સાથે સ્વાદિષ્ટ ભોજન અને સાંજનો ચા-નાસ્તો પણ પીરસીએ છીએ. જે માટે ખાસ ઓર્ડર પણ આપવામાં આવતો હતો. આ વર્ષે પણ આપી દેવાયો હતો, પરંતુ ઉત્ત્।રાયણને લઈને સ્વયંશિસ્ત સાથે તમામ આયોજન રદ કરી દેવાયા છે. તેમજ એડવાન્સ પેટે આપેલ રકમ પણ પરત આપી રહ્યા છે.

(12:39 pm IST)