Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદ જિલ્લાના 48 ગામના ખેડૂતોના સિંચાઇના પાણીથી વંચિત : કેનાલમાં પાણી છોડવાની રજૂઆત

નળસરોવર ખાતે ખેડૂતો સાથે ભાજપા સમર્થક મંચના નેજા હેઠળ બેઠક મળી

અમદાવાદ જિલ્લાના વિરમગામ સાણંદ અને બાવળાના કુલ 48 ગામના સિંચાઇના પ્રશ્નોને લઇને ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં નળસરોવર ખાતે ખેડૂતો સાથે ભાજપા સમર્થક મંચના નેજા હેઠળ બેઠક મળી હતી. વિરમગામ પાસે સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મેઇન કેનાલમાંથી ઘોડા ફીડર કેનાલમાં સિંચાઇનું પાણી છોડવા સરકારને રજૂઆત કરાઈ રહી છે.

વિરમગામ તાલુકાના 31 ગામ, સાણંદના 9 અને બાવળાના 8 ગામોમાં સિંચાઈના પાણીની માગ છે.. આ જ મુદ્દે અગાઉ 2017માં ખેડૂતોએ ઉગ્ર આંદોલન પણ કર્યું હતું.. જો કે, હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.. ત્યારે ફરી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી, સરકારને સિંચાઈના પાણી માટે રજૂઆત કરી છે.

(11:58 pm IST)