Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

આવતીકાલથી રાજ્યમાં શાળાઓ શરૂ થતા ધોરણ 10 - 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ

કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટ ના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થશે :રાજ્યના મંત્રીઓ તથા ધારાસભ્યઓ શાળાઓમાં ઉપસ્થિત રહીને આવકારી પ્રોત્સાહિત કરશે

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં કોરોના ની તીવ્રતા દિવસે ને દિવસે ઘટતી જાય છે ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય હવે શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્યારે આવતીકાલથી સમગ્ર રાજ્યમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો છે.
શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવા ના નિર્ણયને હર્ષ ભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામ નો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે અને જણાવ્યું છે કે કોરોના ના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્ય અને સાથોસાથ બાળકનું પણ હિત જાળવવાનો આપણે સંકલ્પ કરીએ.
આવતીકાલથી ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યઓ નક્કી કરાયેલ વિસ્તારની શાળાઓમાં જે તે શાળાના પ્રારંભ સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ ને આવકારી તેમને પ્રોત્સાહિત કરશે.   
  વિદ્યાર્થીઓને આવકારવા  જે મંત્રીઓને  જિલ્લા ફાળવાયા છે તેમાં કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ રાજકોટ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર જિલ્લામાં કલોલ ખાતે,  મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ અમદાવાદ શહેર ખાતે, ઉર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ ગાંધીનગર ખાતે, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લામાં, શ્રમ અને રોજગાર મંત્રી  દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લામાં ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લામાં, પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લામાં ,ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જિલ્લામાં, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લામાં, સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લામાં, સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજયમંત્રી વાસણભાઇ આહીર સાબરકાંઠા જિલ્લામાં, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે, વન આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ,નર્મદા ,શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ વડોદરા જિલ્લામાં , અન્ન ,નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેરમાં, મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ,પંકજભાઈ દેસાઈ નડિયાદ જિલ્લામાં અને નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ નવસારી જિલ્લામાં નક્કી કરાયેલ શાળાઓમાં શાળા ખુલવાના સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ ને આવકારી પ્રોત્સાહિત કરશે

(6:01 pm IST)
  • ત્રીજા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૨ વિકેટે ૯૮: જીતવા ૩૦૯ જરૂરી : ભારતે ૪ ટેસ્ટની ત્રીજી મેચમાં સિડની ખાતે ૪૦૭ રનના જવાબમાં ૨ વિકેટે ૯૮ રન કર્યા છે. ચોથા દિવસના અંતે અજિંક્ય રહાણે ૯ અને ચેતેશ્વર પૂજારા ૪ રને દાવમાં છે. ટીમ ઇન્ડિયાને જીતવા માટે ૩૦૯ રન કરવા જરૂરી છે. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે ૧-૧ વિકેટ ઝડપી. રોહિતે શુભમન સાથે ૭૧ રનની ભાગીદારી કરી. રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની ૧૧મી ફિફટી ફટકારતા ૯૮ બોલમાં ૫ ફોર અને ૧ સિક્સ સાથે ૫૨ રન કર્યા હતા. પેટ કમિંસે તેને આઉટ કરેલ. access_time 1:34 pm IST

  • સમગ્ર પાકિસ્તાનમાં આજ સુધીનો સહુથી ખરાબ રાષ્ટ્ર વ્યાપક પાવરગ્રીડ ફેલયોર થયો છે, જેના થકી સમગ્ર દેશ માં લાઈટો ગુલ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાવર ગ્રીડ સિસ્ટમોમાં મુખ્ય સમસ્યા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ પરિસ્થિતિ ભયજનક હોય શકે છે તેમ આંતરાષ્ટ્રીય તજજ્ઞો જણાવી રહ્યા છે access_time 1:16 am IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST