Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમદાવાદમાં કલમ 144 લાગુ : પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

સીએએ દેશભરમાં લાગુ,ઉતરાયણ, તેમજ ABVP અને NSUI ના ઘર્ષણના કારણે નિર્ણંય : 25મી સુધી કલમ 144 લાગુ

અમદાવાદ : નાગરિકતા સંશોધન કાયદા(CAA) 2019 આજથી સમગ્ર દેશમાં લાગૂ થઇ ચૂક્યો છે.  સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે  ગુજરાત વિધાનસભામાં પણ CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરાયો છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપ્યો છે.

 CAA વિરોધ, ઉત્તરાયણનો તહેવાર અને ABVP-NSUIના ઘર્ષણના કારણે અમદાવાદમાં શાંતિ ડહોળાય નહીં જેને લઇને 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે નાગરિકોની કાયદેસર અભિવ્યક્તિને દબાવી દેવા કલમ 144ને સાધન ન બનાવવું જોઈએ તેવી ટીકા કરી હતી. એ જ દિવસે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે  અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત આ કલમ લાગૂ કરવામાં આવતી હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ હતી.

(12:42 am IST)