Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમદાવાદની વી.એસ હોસ્પિટલના લેબર રૂમમા આગથી દોડધામઃ જામહાની અટકી

અમદાવાદ તા.૧૦: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી હોસ્પિટલમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલમાં આવેલ લેબર રૂમમાં આગ લાગતા ભાગદોડ મચી હતી.

ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે જવા  માટે રવાના થઇ ચુકયા છે. હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. જો કે લેબર રૂમમાં આગ લાગી હોવાના કારણે હોસ્પિટલમાં કોઇ ખતરો નહી હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળી રહ્યું છે. જો કે આગ લાગી તેવી તુરંત જ ખબર પડતા ફાયરની ટીમ દ્વારા તુરંત જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઇ જ જાન માલનું નુકસાન થયું નહોતું.

(8:39 pm IST)