Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ખંભાતમાં વેપારી સાથે ઓનલાઇન ખરીદી કરવાના બહાને ગઠિયાએ 20 હજારની છેતરપિંડી આચરી: ગુનો દાખલ

ખંભાત: ખાતે રહેતા અકીકના વેપારી સાથે માલ ખરીદવાના બહાને એક ગઠિયાએ બેંકનો એકાઉન્ટ નંબર તેમજ આઈએફસી કોડની ગુપ્ત માહિતી મેળવી લઈને ઓનલાઈન વીસ હજાર ઉપાડી લઈને ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કરતાં અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ખંભાત ખાતે રહેતા ફરિયાદી મહંમદફારૂક હુસેનમીંયા શેખ અકીકનો વેપાર કરે છે. ગત ૩૦મી તારીખના રોજ સાંજના ૧૬.૪૮ મિનિટે ´ કોલરમાં આવેલા અજીતસિંહ નામના શખ્સે મોબાઈલ ફોન કરીને અકીકનો હીલીંગ વોન્ટનો માલ ખરીદવા અંગે વાતચીત કરી હતી. જેથી મહંમદફારૂકે ફોટા મોકલીને પ્રતિગ્રામ ૬૫ રૂપિયા ભાવ કહ્યો હતો. થોડીવાર બાદ પેલા શખ્સે ઓકે કહીને પેમેન્ટ મોકલવા માટે બેંકનો ખાતા નંબર તેમજ આઈએફસી કોડની ગુપ્ત વિગતો માંગી હતી. જેથી ઓનલાઈન પેમેન્ટ લેવા માટે મહંમદફારૂકે અજીતસિંહ નામના શખ્સને મોબાઈલ પર બધી વિગતો મોકલી દીધી હતી. દરમિયાન ગઈકાલે રાત્રીના ૧૦.૩૧મિનિટે મહંમદફારૂકના બેંક ખાતામાંથી ૨૦ હજાર રૂપિયા ઉપડી ગયા હતા. જેથી મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ થઈ જવા પામ્યો હતો.

(5:20 pm IST)