Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પેટલાદ તાલુકાના વિશ્નોલીમાં નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા: સામસામે થયેલ મારામારીમાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત: એકની હાલત ગંભીર

પેટલાદ: તાલુકાના વિશ્નોલીમાં કિશોરો વચ્ચે સ્કૂલમાં થયેલા ઝઘડાની અદાવતમાં બે પરિવારો વચ્ચે ધાતક હથિયારોથી મારમારી થવા પામી હતી જેમાં ચારને ઈજાઓ થવા પામી હતી. એકની હાલત ગંભીર થઈ જતાં તેને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અંગે મહેળાવ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિશ્નોલી ગામની દૂધની ડેરી સામે આવેલા ઈરાની ફળિયામાં રહેતા અમરીનબાનુ મુનીરખાન પઠાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમનો પુત્ર મોઈન (. . ૧૪)વટાવની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈકાલે બપોરના રીસેેશના સમયે તે ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, ઈન્દિરાનગરીમાં રહેતા અલ્ફાજખાને તેને માર મારીને શર્ટ ફાડી નાંખ્યું છે. જેથી તેના પિતા મુનીરખાન, માતા અમરીનબાનુ પુત્રને લઈને અલ્ફાજખાનને ઠપકો આપવા માટે તેના ઈન્દિરાનગરી સ્થિત નિવાસ્થાને ગયા હતા. જ્યાં ઘરની બહાર ઉભેલા અલ્ફાજને ઠપકો આપતાં તેના પિતા આસીફખાન ગફારખાન પઠાણે ઝઘડો કરીને ઘરમાંથી ધારીયું લઈ આવ્યા હતા અને મુનીરખાનને છાતી તેમજ માથાના ભાગે મારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડ્યા હતા. અકીલખાન મુસ્તુફાખાન પઠાણ તથા અલ્તાફખાન મુસ્તુફાખાન પઠાણ દ્વારા લોખંડની પાઈપોથી શરીરના ભાગે માર માર્યો હતો. અમરીનબાનુ વચ્ચે પડતા ંતેણીને શાહરૂખખાન સરફરાજખાન પઠાણે લાકડીથી પગના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:19 pm IST)